તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટપોરીઓ સક્રિય:કર્ફ્યૂમાં રાતે ફરવા નીકળેલા ટપોરીઓએ રિક્ષા ચાલકને માર મારી લૂંટ કરી, રિક્ષા ચાલક બચવા માટે ચાલુ રિક્ષાએ કુદ્યો

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી નાના-મોટા ટપોરીઓ સક્રિય થયા છે જેમણે કર્ફ્યૂના સમયમાં ગરીબ લોકોને લૂંટીને આતંક મચાવવાનું શરૂ કર્યું છે. શહેરના રામોલ વિસ્તરમાં કર્ફ્યૂ દરમિયાન એક રિક્ષા ચાલકે યુવકોને તેની સાથે જવા ના પાડતા યુવકોએ ભેગા મળીને રિક્ષા ચાલકને માર મારી રિક્ષા હકારી મૂકી હતી. આ દરમિયાન રિક્ષા ચાલક આ લોકોથી બચવા ચાલુ રિક્ષમાં કૂદી પડતા આરોપીઓ રિક્ષા લઈને ભાગી ગયા હતા. હાલ આ પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રામોલ વિસ્તારમાં બે દિવસ અગાઉ રાતે સિટીએમ એક્સપ્રેસ હાઇવે પાસે ચાર શખ્સો કર્ફ્યૂ દરમિયાન એક બાઈક પર ફરવા નીકળ્યા હતા.આ ચાર શખ્સો એક્સપ્રેસ હાઇવે પાસે પહોંચ્યા ત્યારે તેમને એક રિક્ષા ચાલક પાસે ગયા અને રિક્ષા લઈને તેમની સાથે આવવા કહ્યું હતું.

પરંતુ આ રિક્ષા ચાલકે તેમને સાથે આવવાનો ના પડતા આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે રિક્ષા ચાલકને લાફા મારીને રિક્ષમાં બેસી ગયા હતા. જેમણે રિક્ષા ચાલુ કરીને ત્યાંથી નીકળી ગયા હતા આ લોકોથી બચવા રિક્ષાનો મલિક ચાલુ રિક્ષાએ કૂદી ગયો હતો.

આ ઘટનાની જાણ રામોલ પોલીસને થતા રામોલ પોલીસ સ્ટેશનના પી.આઈ.દવેએ સ્ટાફને આરોપીઓને પકડવાની સૂચના આપી હતી અને ગણતરીના કલાકોમાં ચારેય આરોપી કાર્તિક ઉર્ફે ટકીયા, નિલેશ ઉર્ફે રામજાને, ચિરાગ અને રાકેશ ઉર્ફે કળિયાને પકડી લીધા છે. પોલીસે હાલ આરોપી પાસે મુદ્દામાલ રિકવર કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો