સંઘર્ષ બાદ સફળતા:ધો.10માં ટ્યુશન વિના રીક્ષા ચાલકની દીકરી 95% લાવી, અથાગ મહેનતથી આર્યન પટેલ બોર્ડના ટોપરમાં સામેલ

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી તન્વીએ ટ્યુશન રખાવ્યું નહોતું
  • મા-બાપ જે સ્થિતિમાં છે ત્યાંથી તેમને આગળ લાવવા છે: વિદ્યાર્થીની

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવ્યું છે, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ખૂબ સારા માર્ક્સ મેળવ્યા છે, ત્યારે અમદાવાદના રીક્ષા ચાલકની દીકરીએ વગર ટ્યુશને 95 ટકા મેળવ્યા છે. ઘરમાં જ સ્થિતિને ધ્યાનમાં રાખીને દીકરીએ ખૂબ મહેનત કરી હતી અને હજુ આ દીકરી આગળ જઈને IAS અધિકારી બનવા માંગે છે.

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવ્યું છે, ત્યારે અનેક વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, ત્યારે અમદાવાદમાં 473 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શાહીબાગની સંસ્કાર વિદ્યા નિકેતન સ્કૂલના પ્રથમ ક્રમાંકે પિયુષ પટેલનો પુત્ર આર્યન પટેલ આવ્યો છે. આર્યન પટેલે 99.95 પર્સન્ટાઇલ મેળવ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં તથા બોર્ડમાં પણ ટોપરમાં આર્યનનું નામ આવ્યું છે. સ્કૂલ સિવાય ઘરે મહેનત કરીને આર્યને સારું પરિણામ મેળવ્યું છે. પરિણામ માટે માતા પિતાનો સપોર્ટ પણ ખૂબ સારો હતો હવે આગળ વધુ સારો અભ્યાસ કરીને માબાપનું નામ રોશન કરવા આર્યન ઈચ્છે છે.

માતા-પિતાની સ્થિતિ જોતા ટ્યુશન જતી ન હતી
શહેરની સી.એન.વિદ્યાલયમાં ભણતી તન્વી ઠાકોર નામની વિદ્યાર્થિનીને ધોરણ 10મા 95 ટકા આવ્યા છે. તન્વીના પિતા રીક્ષા ચલાવે છે અને માતા ઘરે છૂટક કામ કરે છે. ઘરની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી પહેલાથી જ તન્વીએ ટ્યુશન રખાવ્યું નહોતું. તન્વીએ 10મા ધોરણમાં બોર્ડ હોવા છતાં માતા-પિતાની સ્થિતિ ધ્યાનમાં રાખીને વિના ટ્યુશને ભણવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં સ્કૂલમાં અને બાદમાં ઘરે મહેનત કરવાનું શરૂ કર્યું અને બોર્ડની પરીક્ષા સુધી ખૂબ જ મહેનત સાથે તૈયારી કરી હતી. બોર્ડનું જ્યારે પરિણામ આવ્યું ત્યારે પરિણામ જોતા જ તન્વી અને પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. કારણકે તેને જે પ્રકારે મહેનત કરી હતી તેનું પરિણામ તેને મળ્યું હતું.

તન્વી ઠાકોર તેની માતા સાથે
તન્વી ઠાકોર તેની માતા સાથે

હવે મારે IAS બનવું છે: તન્વી
તન્વીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘરમાં મમ્મી પપ્પા બંને કામ કરે છે. ઘરની સ્થિતિ એટલી સારી નથી જેથી મેં ટ્યુશન રાખવ્યું નહોતું. જાતે મહેનત કરતી હતી ક્યાંક સ્કૂલના ટીચરની પણ મદદ લેતી હતી. આજે સારું પરિણામ આવ્યું છે, અહીંયા જ અટકવું નથી હજુ મારે IAS બનવું છે અને મમ્મી પપ્પા અત્યારે જે રીતે રહે છે તેમાંથી તેમને બહાર લાવવા છે.

તન્વી ઠાકોરના પિતા
તન્વી ઠાકોરના પિતા

દીકરીએ અમારું નામ રોશન કર્યું: પિતા
તન્વીના પિતા રાજેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અમે તો મજૂરી કરી ગુજરાન ચલાવીએ છીએ.અમારી દીકરીને અમે જેમ તેમ કરીને ભણાવી હતી. સ્થિતિ સારી નહોતી જેથી ટ્યુશન રાખવ્યું નહતું છતાં દીકરીએ સારું પરિણામ લાવીને અમારું નામ રોશન કર્યું છે. હજુ તેને આગળ જે દિશામાં વધવું છે અમે તેને જવા દઈશું. અમે જે સ્થિતિમાં રહ્યા તેમાં અમારી દીકરી ના રહે તેનો અમારો પ્રયત્ન છે. દીકરી આગળ વધીને સમાજનું નામ રોશન કરે તેવી અમને ઈચ્છા છે.

ખુશી શાહ
ખુશી શાહ

તેમજ એજી હાઇસ્કૂલમાં ભણતી ખુશી શાહને 94 ટકા અને 99.50 પર્સન્ટાઈલ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...