તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોતામાં રહેતા નિવૃત કર્મચારીની સર્વિસના નાણાંનું પોતાની કંપનીમાં રોકાણ કરાવી ફાયદો થશે તેવી લાલચ આપી બે યુવકે 58.55 લાખની છેતરપિંડી કરતા કર્મચારીના પુત્રે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગોતાની રોયલ રેસિડેન્સીમાં રહેતા ભાવેશ પુરી (ઉં.31) 2017માં દર્શન વ્યાસ (પારુલ સોસાયટી, નવરંગપુરા) અને વિશાલ ગાંધી (સંઘવી કોમ્પલેક્સ, સુરત)ના સંપર્કમાં આવ્યા હતા. આ બંનેએ, ભાગીદારીમાં ધર્મ હેલ્થકેર અને રિધમ ડિવાઇન હેલ્થકેરના નામે દવા ટ્રેડિંગ કંપની ચલાવે છે અને કામ સારું ચાલે છે તેમ કહ્યું હતું. દરમિયાન ભાવેશ પુરીના પિતા મહેન્દ્રપુરી નિવૃત્ત થતાં પીએફના પૈસા આવ્યા હતા ત્યારે દર્શન અને વિશાલે ભાવેશને કહ્યું હતું કે, ‘તું અમારી પેઢીમાં રોકાણ કરીશ તો તને સારો નફો મળશે અને તને અને તારા નિવૃત્ત પિતાને કંપનીમાં નોકરી પણ આપીશું.’
આવી લોભામણી વાતોમાં આવી ભાવેશે પિતાના નિવૃત્ત થતા આવેલા અને પોતાના પૈસા મળી કુલ 58.55 લાખનું રોકાણ કર્યું હતું. ત્યાર બાદ દર્શન અને વિશાલે ભાવેશ અને તેના પિતાને નોકરી આપી હતી, પરંતુ પગાર આપ્યો ન હતો. અચાનક બંનેએ કંપની પણ બંધ કરી દીધી હતી અને ભાવેશે કરેલંુ રોકાણ અને નફો આપ્યો ન હતો. અંતે ભાવેશે વિશાલ અને દર્શન સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સિક્યુરિટી ચેક પણ રિર્ટન થયા હતા
ભાવેશ પુરીએ દર્શન અને વિશાલની બે કંપનીઓમાં રોકાણ કર્યું ત્યારે તેમના પૈસા ડૂબી નહીં જાય તેવી બાંહેધરી આપીને આરોપીઓ તરફથી સિક્યુરિટી પેટે એડવાન્સ ચેક આવ્યા હતા. જોકે કંપની બંધ થયા બાદ ભાવેશે ચેક બેંકમાં ભર્યા તો તે ભંડોળ ન હોવાથી રિટર્ન થયા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.