નવી પહેલ:ટીચર્સ યુનિવર્સિટીમાં પરીક્ષા પૂરી થઈ તે દિવસે જ પરિણામ, સામાન્ય રીતે પરિણામમાં દોઢ મહિનો લાગે છે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 59 બીએડ કોલેજના 6 હજાર વિદ્યાર્થી હતા

આઈઆઈટીઈ (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ યુનિવર્સિટી) ટીચર્સ યુનિવર્સિટીની પરીક્ષા પૂરી થયાના દિવસે વિદ્યાર્થીઓને ઉત્તરવહી સાથે પરિણામ દર્શાવાયું છે. સામાન્ય રીતે બોર્ડ અને યુનિવર્સિટીની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન તટસ્થ થઈ શકે તે હેતુથી ખાખી સ્ટિકર કે ડિજિટલ એસેસમેન્ટ કરવાનો ટ્રેન્ડ છે જેથી ઉમેદવારની ઓળખ ખાનગી રાખી શકાય છે.

ઈઆઈટીઈએ તેની સેમેસ્ટર એન્ડ પરીક્ષામાં સંકળાયેલ 59 બી.એડ. કોલેજના 6000 જેટલા વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું મૂલ્યાંકન કોલેજના અધ્યાપકોને સોંપી મૂલ્યાંકનની હેતુલક્ષીતા સાથે અધ્યાપકો પરના ​​​​​​​ભરોસાને પ્રાથમિકતા આપી.

ટીચર્સ યુનિવર્સિટીએ મોકલેલ પ્રશ્નપત્ર આધારિત ઉત્તરવહીનું મૂલ્યાંકન સંસ્થા ખાતે જ કરવાનું નક્કી કરવામાં આવ્યું. સવારે 11થી 12 કલાક દરમ્યાન સેમેસ્ટર 4 અને બપોરે 1થી 2 દરમ્યાન સેમેસ્ટર 2ના ઉમેદવારોને આઈઆઈટીઈના પ્રતિનિધિની હાજરીમાં મૂલ્યાંકન કરેલી પ્રત્યેક ઉત્તરવહીઓ જે તે ઉમેદવારને સ્વઅભ્યાસ હેતુ આપવામાં આવી. જેથી તેણે લખેલા ઉત્તરોમાં મૂલ્યાંકન યોજના મુજબ થયું છે કે નહીં તે જાણી શકાય.

અન્ય સમાચારો પણ છે...