શાળા સંચાલક મંડળની માંગ:ધો.10 અને 12નું પરિણામ શાળાના પ્રકાર પ્રમાણે જાહેર કરાય, જેથી કયા વિભાગનું પરિણામ ઓછું આવે છે તે ખબર પડે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલની તસવીર - Divya Bhaskar
રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલની તસવીર
  • રાજ્યમાં ગ્રાન્ટેડ, સ્વનિર્ભર, સરકારી સહિત 7 અલગ અલગ પ્રકારની સ્કૂલો ચાલી રહી છે

રાજ્યમાં 7 અલગ અલગ પ્રકારની સ્કૂલ ચાલી રહી છે, ત્યારે બોર્ડ દ્વારા તમામ સ્કૂલોનું એક સાથે પરિણામ જાહેર કરવામાં આવે છે, જેમાં ગ્રાન્ટેડ સ્કૂલોનું પરિણામ ઓછું આવે છે. જેથી સંચાલક મંડળે માંગણી કરી છે કે સ્કૂલોના જે પ્રકાર છે તે પ્રમાણે પરિણામ જાહેર કરવામાં આવે તો હકીકત ખબર પડે કે કયા પ્રકારની સ્કૂલોનું પરિણામ ઓછું આવે છે.

રાજ્યમાં 7 અલગ અલગ પ્રકારની સ્કૂલો ચાલે છે
રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ગ્રાન્ટેડ, સ્વનિર્ભર, સરકારી સહિત 7 અલગ અલગ પ્રકારની સ્કૂલો રાજ્યમાં ચાલી રહી છે. શિક્ષણ વિભાગ તમામ પરિણામ સાથે જાહેર કરે છે. જો સ્કૂલોના જે પ્રકાર છે તે પ્રમાણે પરિણામ જાહેર કરવામાં આવે તો કયા વિભાગની સ્કૂલોનું પરિણામ ઓછું આવે તે ખબર પડશે.

પરિણામ ઓછું આવતા માત્ર ગ્રાન્ટેડ સ્કૂલોને દંડ કરાતો હોવાનો આક્ષેપ
તેમણે વધુમાં કહ્યું કે, અત્યારે ગ્રાન્ટેડ સ્કૂલોનું જ પરિણામ ઓછું આવે તે બતાવવામાં આવે છે. જેનાથી વાલી હવે ખાનગી સ્કૂલોમાં બાળકોને ભણાવી રહ્યા છે અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં સંખ્યા ઘટી રહી છે અને સ્કૂલો બંધ થવાના આરે પહોંચે છે. પરિણામ ઓછા હોય તો માત્ર ગ્રાન્ટેડ સ્કૂલોને જ દંડ કરવામાં આવે છે જ્યારે અન્ય સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામ અલગ અલગ જાહેર કરાયા તો તમામ હકીકત સામે આવશે.

અન્ય સમાચારો પણ છે...