પરિણામ:CA ઈન્ટરમિડિએટનું પરિણામ રવિવારે કે સોમવારે જાહેર થશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા સીએ ઈન્ટરમિડિએટ પરીક્ષાનું પરિણામ રવિવારે કે સોમવારે જાહેર થશે. કોવિડ-19ના લીધે આ વર્ષે મેના બદલે જુલાઈમાં સીએ ઈન્ટરમિડિએટ પરીક્ષા લેવાઇ હતી.

આઈસીએઆઈની સ્ટુડન્ટ કમિટીના ચેરમેન સીએ ફેનિલ શાહે જણાવ્યું છે કે,‘ગત સોમવારે સીએ ફાઉન્ડેશન અને સીએ ફાઈનલનુ પરિણામ ઘોષિત કરાયું હતું. તે પછીથી સીએ ઈન્ટરમિડિએટની પરીક્ષાના પરિણામોની વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.’

સીએ ઈન્સ્ટિટ્યુટની વેબસાઈટ icaiexam.icai.org, caresults.icai.org, icai.nic.in પરથી વિદ્યાર્થીઓ પરિણામને લગતી વિગતો મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...