તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ધંધુકા સ્થિત રેસ્ટ હાઉસનો 30 લાખના ખર્ચે જિર્ણોદ્ધાર કરાશે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ‘શૌર્યભૂમિ’

28 એપ્રિલ 1930ના રોજ તે સમયના ડાક બંગલામાં ઊભી કરાયેલી વિશેષ અદાલતમાં ઝવેરચંદ મેઘાણીએ `સિંધુડો’માંથી દર્દભર્યું કાવ્ય `છેલ્લી પ્રાર્થના’ ગાયું ને મેજિસ્ટ્રેટ ઈસાણી સમેત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી. ધંધુકા સ્થિત તે સમયના ડાક બંગલા અને હાલ અમદાવાદ જિલ્લા પંચાયતના ઐતિહાસિક રેસ્ટ હાઉસનો રૂ. 30 લાખના ખર્ચે જીર્ણોધ્ધાર કરવામાં આવશે. અંગ્રેજ સરકાર સામેના આઝાદીના જંગ વેળાએ રાજદ્રોહના ખોટા આરોપસર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ધરપકડ કરીને 28 એપ્રિલ 1930નાં રોજ તેમને ધંધુકાની વિશેષ અદાલતમાં રજૂ કરાયા હતા. મેજિસ્ટ્રેટ ઇસાણીની અનુમતિ મેળવીને 15 શૌર્યગીતોના પોતાના સંગ્રહ `સિંધુડો’માંનું દર્દભર્યું ગીત `હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’ (`છેલ્લી પ્રાર્થના’) ઝવેરચંદ મેઘાણીએ ધીરગંભીર અવાજે ગાયું હતું.

ત્યારે ઉપસ્થિત માનવમેદની તથા મેજિસ્ટ્રેટ ઈસાણી સમેત સહુની આંખો આંસુભીની થઈ. ઝવેરચંદ મેઘાણીને 2 વર્ષની કેદની સજા ફરમાવાઈ અને સાબરમતી જેલમાં એમને રખાયા હતા. તે વખતની સ્વાતંત્ર્ય-સંગ્રામની લડત પર આ પ્રસંગનો ખાસ્સો પ્રભાવ પડ્યો હતો. જ્યાં ત્યારે વિશેષ અદાલત ઊભી કરાઈ હતી એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની `શૌર્યભૂમિ’ ધંધુકા સ્થિત તે સમયના ડાક બંગલા અને હાલ અમદાવાદ જિલ્લા પંચાયતના ઐતિહાસિક રેસ્ટ હાઉસનો રૂ. 30 લાખના ખર્ચે જીર્ણોધ્ધાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો