ડિજિટલાઇઝેશન:રેલવે ટાઈમટેબલ બુક ઈતિહાસ બની જશે, ડિજિટલ સ્વરૂપ આવશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઓનલાઈન સિસ્ટમ પ્રચલિત બનતાં પ્રકાશન બંધ કરાશે
  • 18 પાનાંથી શરૂ થયેલી ટાઈમટેબલ બુકનાં 200 પાનાં છપાતાં હતાં

દેશના તમામ મોટા સ્ટેશનો પર મળતી રેલવે ટાઈમટેબલ બુક હવે ઈતિહાસ બની જશે. આધુનિકરણની સાથે ઇન્ટરનેટનો ઉપયોગ વધતાં ટ્રેન અને ટાઇમટેબલ, બે સ્ટેશન વચ્ચેનું ભાડું અને રેલવેની માહિતી ઓનલાઈન મળી રહે છે. જેના પગલે 200 પાનાની ટાઇમટેબલ બુકની જરૂરિયાત ઘટતાં રેલવે તેનું પ્રકાશન બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે.

બીજી બાજુ રેલવે બોર્ડે ડિજિટલ ટાઈમ ટેબલ (ડિજિટલ એટ એ ગ્લાંસ) તૈયાર કરવાની જવાબદારી આઈઆરસીટીસીને સોંપી છે. દેશમાં આઝાદી પહેલાંથી રેલવે ટાઈમ ટેબલની બુક છપાતી હતી. શરૂઆતમાં 18 પાનાની આ બુક ટ્રેનો વધવાની સાથે બુકના પાના વધતા ગયા અને છેલ્લે બુક 200 પાનાની થઇ હતી.

આ બુકમાં લોકલ ઝોનલ રેલવેની સાથે દેશના તમામ ઝોન અને ડિવિઝનની માહિતી, ટ્રેનોની માહિતી મળી રહેતી હતી. તેની સાથે જ રાજધાની, શતાબ્દી, ગરીબરથ, હમસફર, મેલ-એક્સપ્રેસ, પેસેન્જર, ડેમુ-મેમુ ટ્રેન રૂટ અને સ્ટોપેજ, ભાડાં, ટ્રેન ઉપડવા-પહોંચવાનો સમય, ઈમરજન્સી ફોન નંબરો સહિતની માહિતી આ બુકમાં હતી. છેલ્લા થોડા સમયથી આ બુકની જરૂરિયાત ઓછી થઈ ગઈ હતી. તેની સાથે નેશનલ ટ્રેન ઈન્ક્વાયરી સિસ્ટમ અને હેલ્પલાઈન નંબર 139નો ઉપયોગ વધવાની સાથે આ ટાઈમટેબલ બુકની જરૂરિયાત રહી નથી.

અન્ય સમાચારો પણ છે...