તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • The Railway Department Of The Government Has Demanded From The Government To Give Market Price If The Railway Land Is Needed For The Bullet Train.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશ્ચર્ય:સરકારના રેલવે વિભાગે જ સરકાર સમક્ષ માગ કરી ‘રેલવેની જમીન બુલેટ ટ્રેન માટે જોઇએ તો બજાર ભાવ આપો’

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • માગણી સાંભળીને જમીન સંપાદન અધિકારી અને રેસિડન્ટ કલેક્ટર પણ આશ્ચર્યમાં મુકાયા

બુલેટ ટ્રેન માટે ખેડૂતો અને જમીનધારકો બજાર ભાવ માગે એ સ્વાભાવિક છે પણ કેન્દ્ર સરકારના જ રેલવે વિભાગે બજાર ભાવ માગતા જમીન સંપાદન અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. અમદાવાદ રેલવે ડિવિઝનની આશરે 108 જેટલી જમીન બુલેટ ટ્રેન માટે સંપાદિત થાય છે. આ જમીનનું વળતર બુલેટ ટ્રેન ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલા ભાવને બદલે બજાર ભાવ પ્રમાણે વળતર આપવાની માગણી રેલવેના બે અધિકારીઓએ કલેક્ટર કચેરી સમક્ષ કરી હતી.

બે અધિકારી ડે. કલેક્ટર બી.કે. પટેલને મળ્યા અને કહ્યું હતું કે, બુલેટ ટ્રેન માટે રેલવેની જમીન જોઈએ તો બજાર ભાવ પ્રમાણે વળતર આપવા અમારી માગ છે. જોકે મામલો રેસિડન્ટ કલેક્ટર એસ.બી. વોરા સમક્ષ જતા તેમણે સત્તાવાર રજૂઆત કરવા રેલવે અધિકારીઓને કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો