• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Public Prosecutor Reacted Harshly To The New Application, Saying, "Do You Know That An Application Costs Rs 5,683 To Come To Court?"

હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ટકોર:સરકારી વકીલે નવી અરજી કરવાનું કહેતા આકરી પ્રતિક્રિયા આપતા કહ્યુ, ‘એક અરજી કોર્ટ સુધી આવતા 5683 ખર્ચાય છે તેની જાણ છે?’

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટ - ફાઇલ તસવીર

આર્મફોર્સમાં સિપાઈ, હવાલદાર, લાઇનમેન, રેડિયો ઓપરેટર, નાયક, એમ્બ્યુલન્સ આસિસ્ટન્ટ, ડ્રાઇવર તરીકે ફરજ બજાવી ચૂકેલા 163 જેટલા એકસ સર્વિસમેનને કેન્દ્ર સરકારના કર્મચારી તરીકે સ્વીકારવાનો ઇન્કાર કરીને કેન્દ્રિય કર્મચારી તરીકે છેલ્લે મળતો પગાર ન આપતા હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. જેની સુનાવણી ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠ સમક્ષ હાથ ધરવામાં આવી હતી.

આ મામલે ચીફ જસ્ટિસે મુખ્ય સરકારી વકીલને એવી ટકોર કરી હતી કે, તમને ખબર છે કે એક કેસ પાછળ પેન્ડિગ બ્રાન્ચથી કોર્ટ સુધી આવતા કેટલો ખર્ચ થાય છે? મેં જાતે રજિસ્ટ્રાર જ્યુડિશિયલ પાસેથી એક અરજીનો ટ્રાવેલ ખર્ચ અંગે માહિતી મેળવી છે. એક કેસ પાછળ રજીસ્ટ્રીમાં દાખલ થાય ત્યાંથી સુનાવણી પર આવે ત્યાં સુધીમાં રૂ.5683.49 જેટલો ખર્ચ થાય છે. તમે અરજદારને ફરીથી નવી અરજી કરવાનું કહો છો પણ તમને અરજીના ખર્ચ અંગે કોઇ જાણકારી છે ખરી? ખંડપીઠે તમામ અરજદારો સામે કોઇપણ પ્રકારના પગલાં લેવા પર સ્ટે ફરમાવીને વધુ સુનાવણી દિવાળી વેકેશન પછી મુકરર કરી છે.

જિતેન્દ્ર નિમાવત સહિતના 163 જેટલા એક્સ આર્મીમેને હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજદારો તરફથી એટવોકેટ જયમિન દવે અને સિનિયર કાઉન્સિલર જી.એમ જોશીએ એવી દલીલ કરી હતી કે, તમામ અરજદારો પૂર્વ આર્મફોર્સમાં ફરજ બજાવતા હતા. તેમણે વહેલા નિવૃત્તિ લઈને રાજ્ય સરકારની નોકરી માટે પરીક્ષા આપીને રાજય સરકારની નોકરી સ્વીકારી હતી. રાજ્ય સરકારના જ ઠરાવ મુજબ એક્સ આર્મીમેન નિવૃત્ત થાય ત્યારે તેમને મળતો છેલ્લો પગાર જ રાજ્ય સરકારની નોકરીમાં મળવાપાત્ર છે. ગુજરાત સિવિલ સર્વિસ પે રુલ્સ-2002 મુજબ તમામ એકસ આર્મફોર્સના કર્મચારી હોવા છતાં તેમને કેન્દ્રિય પગારનો લાભ આપવામાં આવતો નથી.

ચીફ જસ્ટિસે સરકારી વકીલને કહ્યું, આ કર્મચારીઓ નવેસરથી અરજી કરે તેવું તમે શા માટે ઈચ્છો છો?
સુપ્રીમકોર્ટે રિકવરી કરવા માટે અનેક ચુકાદામાં ઠેરવ્યુ છે કે, એકસ સર્વિસમેન પાસેથી રિકવરી કરી શકાય નહી. એટલુ જ નહી કેન્દ્રિય કર્મચારી રહી ચૂકેલા એકસ આર્મફોર્સના કર્મચારીઓને છેલ્લે મળતો પગાર ચૂકવવાપાત્ર છે છતાં તમે શા માટે આપતા નથી? સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે દરેક ઓથોરિટી તરફથી હું જવાબદારી નહિ લઇ શકું, પરંતુ અરજદારને જેની સામે વાંધો હોય તેની સામે અલગથી અરજી કરે. આ સાંભળતાની સાથે ચીફ જસ્ટિસે કહ્યુ, એક અરજીનો ટ્રાવેલ ખર્ચ તમે જાણો છો? આ કર્મચારીઓ નવી અરજી કરે તેવું તમે શા માટે ઇચ્છો છો?

અન્ય સમાચારો પણ છે...