• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Professor Had To Seek Help From The Helpline After Her Parents Called Her Mentally Ill. The Lover Was More Depressed Than The Breakup

સહાય:માતા-પિતાએ માનસિક બીમાર કહી ત્રાસ આપતાં પ્રોફેસર યુવતીએ હેલ્પલાઇનની મદદ લેવી પડી; પ્રેમીએ બ્રેકઅપ કરતાં ડિપ્રેશનમાં આવી હતી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

પ્રોફેસર યુવતીને તેના પરિવારે માનસિક બીમાર કહીને ત્રાસ આપતાં યુવતીએ મહિલા હેલ્પલાઇન અભયમનો સંપર્ક સાધતાં કાઉન્સેલરોએ માતા-પિતા સાથે વાત કરી મામલો થાળે પાડ્યો હતો. શહેરના પોશ વિસ્તારમાં રહેતા પરિવારમાં ચાર સંતાનો પૈકી બે વિદેશમાં નોકરી કરે છે, જ્યારે મોટી દીકરી એમફિલ કર્યા બાદ એક યુવકના પ્રેમમાં પડી હતી, જે બંનેના લગ્ન થવાનાં હતાં. જોકે પ્રેમી યુવકને અન્ય યુવતી સાથે પ્રેમ થતાં તેણે યુવતીને તરછોડી દીધી હતી, ત્યાર બાદ યુવતી માનસિક રીતે ભાંગી પડી હતી અને તેણે પ્રોફેસરની નોકરી પણ છોડી દીધી હતી.

આ સંજોગોમાં નોકરી છોડી દેવાના કારણે યુવતીનાં માતાપિતા તેને માનસિક ત્રાસ આપી, તેના તરફ ધ્યાન આપતા ન હોવાથી યુવતી માનસિક રીતે પડી ભાંગી હતી. પરિવાર પણ તેની સતત ઉપેક્ષા કરતા યુવતી માનસિક રીતે ત્રાસી જતાં તેણે મહિલા હેલ્પલાઇન અભયમનો સંપર્ક સાધ્યો હતો. ​​​​​​​અભયમની ટીમે યુવતીનાં માતાપિતાને જ્યારે વાત કરી તો તેમણે તેમની દીકરીની સગાઈ તૂટી જતા તે માનસિક બીમાર હોવાથી આવું વર્તન કરતી હોવાનું રટણ કર્યું હતું. જોકે અભયમની ટીમે કાયદાકીય પગલાં લેવાઈ શકે છે તેવી વાત કરી સમજાવતાં માતા-પિતાને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે દીકરી સાથે સારું વર્તન કરવાની બાંહેધરી આપી હતી.

પ્રોફેસરની જોબ છૂટ્યા બાદ માતાપિતા ઉપેક્ષા કરતા હતાં
યુવતી સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, તે પ્રોફેસર તરીકે નોકરી કરતી હતી ત્યાં સુધી ઘરમાં બધું સારું હતું. તેણે પ્રોફેસરની નોકરી છોડી દીધા બાદ પરિવારે તેને માનસિક બીમાર ગણાવી ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...