તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી વ્યવસ્થા:ધોરણ 10માં માસ પ્રમોશન અપાતા હવે ડિપ્લોમા અને ડિગ્રીના કોર્સમાં એડમીશન માટેની પ્રક્રિયા બદલાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • રાજ્ય સરકાર દ્વારા આ માટે આઠ જેટલા શિક્ષણવિદોની કમિટી બનાવવામાં આવશે.

કોરોનાને કારણે પ્રથમ વખત ધોરણ 10ની પરીક્ષા રદ કરીને અંદાજે 9.50 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં હવે કેટલાક વિદ્યાર્થીઓ 11મા ધોરણમાં પ્રવેશ મેળવશે પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ ડિગ્રી અને ડિપ્લોમામાં પ્રવેશ મેળવવાનું પસંદ કરશે. પરંતુ આ વર્ષે માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હોવાને કારણે પ્રવેશ પ્રક્રિયા પણ બદલાશે જે માટે રાજ્ય સરકાર દ્વારા કમિટી પણ બનાવવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા કમિટી બનાવવામાં આવશે
ધોરણ 10માં ભણતા 9.50 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. જેને કારણે ધોરણ 10 પછીના અભ્યાસ પર ભારણ વધશે. સ્કુલમાં ધોરણ 11 માં 6 લાખ વિદ્યાર્થીઓની જગ્યા છે. જેથી સ્કુલોમાં આ વખતે એડમીશન વધતા વધારાની વ્યવસ્થા કરાવી પડશે. ત્યારે ડિગ્રી ડિપ્લોમામાં પ્રવેશ આપવા માટે પણ મુઝવણ છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા કમિટી બનાવવામાં આવશે અને પ્રવેશ પ્રક્રિયા પણ નક્કી કરવામાં આવશે.

3 પ્રકારે પ્રવેશ પર્ક્રિયા નક્કી થઇ શકે છે
હાલની પરિસ્થિતિ જોતા નવી કમિટી બનશે તેમાં 3 પ્રકારે પ્રવેશ પર્ક્રિયા નક્કી થઇ શકે છે. જે વિદ્યાર્થીઓ ડીપ્લોમાં ડીગ્રીમાં એડમીશન લેવા ઈચ્છતા હોય તેમની એન્ટ્રસ એક્ષામ લેવામાં આવી શકે છે, 10મા ધોરણમાં ભણતા પ્રીલીમરી પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે પ્રવેશ આપી શકાશે. અને ધોરણ 9 તથા 10 ના પરિણામ પરથી પ્રવેશ આપવામાં આવી શકે છે. આ ત્રણ રીતે રાજ્ય સરકાર દ્વારા બનનાર 8 શિક્ષણવિદોની કમિટીમાં નિર્ણય લેવાઈ શકે છે.

વિદ્યાર્થીઓને ધોરણ 11મા પ્રવેશ આપવાને લઈને સવાલ ઉભા થયા છે
વિદ્યાર્થીઓને ધોરણ 11મા પ્રવેશ આપવાને લઈને સવાલ ઉભા થયા છે

ધોરણ 11 ના 6 લાખ વિદ્યાર્થીઓ માટે જ વ્યવસ્થા
ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.નિર્ણય સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી છે પરંતુ હવે બીજી તરફ તમામ પાસ થયેલ વિદ્યાર્થીઓને ધોરણ 11મા પ્રવેશ આપવાને લઈને સવાલ ઉભા થયા છે. હાલ ગુજરાતમાં ધોરણ 11 ના 6 લાખ વિદ્યાર્થીઓ માટે જ વ્યવસ્થા છે ત્યારે 9.50 લાખમાંથી 50 હાજર વિદ્યાર્થીઓ ડિપ્લોમાં કે અન્ય ક્ષેત્ર પસંદ કરે તો પણ 9 લાખ વિદ્યાર્થીઓનો સવાલ ઉભો રહે.

માસ પ્રમોશનને લીધે સાયંસ પર ભારણ વધશે
ધોરણ 11માં સાયન્સ/કોમર્સ/આર્ટસ એમ ત્રણ અલગ અલગ ક્ષેત્રમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યારે કોઈ એક ક્ષેત્ર પર ભાર વધાવની પણ શક્યતા છે.વધુ વિદ્યાર્થીઓ સાયન્સ ક્ષેત્ર પસંદ કરે ત્યારે A અને B ગ્રુપમાં પ્રવેશ આપવા માટે પણ મુશકેલી થશે. માસ પ્રમોશનને કારણે કોમર્સ અને આર્ટસ ક્ષેત્રમાં ઓછા વિદ્યાર્થીઓ એડમીશન લેશે અને સાયન્સ પર ભારણ વધશે.

અન્ય સમાચારો પણ છે...