ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ કરેઇલની પટણા હાઇકોર્ટમાં બદલી સામે તમામ વકીલો આજે બીજા દિવસે પણ કામકાજથી અળગા રહ્યા હતા. સવારે 10:30 વાગ્યાથી કોર્ટના દરવાજા પર વકીલો ભેગા થયા હતા અને એકપણ વકીલ કોર્ટના દરવાજાની અંદર પ્રવેશ લીધો નહોતો. જસ્ટિસ કરેઇલની બદલીના વિરોધ સામે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનનું પ્રતિનિધિ મંડળ સોમવારે બપોરે 1:30 વાગે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને મળીને રજૂઆત કરશે ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખની ચૂંટણી પણ મોકૂફ રાખવામાં આવી છે.
હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના તમામ સભ્યોએ રજૂઆત કરી હતી કે, જસ્ટિસ નિખિલ કરેઇલની બદલી અયોગ્ય અને અન્યાયી છે. જસ્ટિસ કરેઇલ પ્રમાણિક, નિષ્પક્ષ, અને શ્રેષ્ઠ જજ છે. સુપ્રીમ કોલેજિયમે તેમની બદલી પટણા હાઇકોર્ટમાં કરી છે તે નિર્ણયના વિરોધમાં કોર્ટમાં કામથી અળગા રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.