તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:હોટલ-રિસોર્ટને પ્રોપર્ટી ટેક્સમાંથી માફી માટે વિગતો આવ્યા બાદ કાર્યપદ્ધતિ નક્કી કરાશે

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા-પંચાયતો ટેક્સ નહીં વસૂલે તેટલી રકમ સરકાર વળતર તરીકે ચૂકવશે
  • સરકાર દ્વારા વીજ બિલના ફિક્સ ચાર્જમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે

કોરોના સંક્રમણ અને આંશિક લોકડાઉનને કારણે હોટેલ- રેસ્ટોરન્ટ, રીસોર્ટ અને વોટર પાર્કને આર્થિક ફટકો પડ્યો છે. ત્યારે 7મી જૂને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધી 1 વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મૂક્તિ આપવાની જાહેરાત કરી હતી.

આ સાથે તેમને વીજ બિલના ફિક્સ ચાર્જમાંથી પણ મૂક્તિ આપવામાં આવી છે. પ્રોપર્ટી ટેક્સ એ પાલિકા અને પંચાયતો દ્વારા ઉઘરાવાતો વેરો છે જેથી સરકાર તેમને સીધી રાહત આપી શકે તેમ નથી. આથી પાલિકા-પંચાયતો પાસેથી વિગતો આવ્યા બાદ સરકાર દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં માફી અંગેની કાર્યપદ્ધતિ અંગે નોટીફિકેશન બહાર પાડીને તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોને જાણ કરશે. પાલિકા અને પંચાયતો જે વેરો માફ કરશે તેટલી રકમ રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓને વળતર તરીકે ચૂકવશે.

જે એકમોએ એડવાન્સ વેરો ભર્યો હશે તેમને તે પરત મળશે અથવા તે પછીના વર્ષના એડવાન્સ તરીકે જમા રખાશે. આ જ રીતે વીજ કંપનીઓની ફિક્સ ચાર્જની રકમ પણ સરકાર દ્વારા આ કંપનીઓને વળતર તરીકે ચૂકવશે.

અન્ય સમાચારો પણ છે...