કોરોનાએ જીવનશૈલી બદલી:50 વર્ષ બાદ લોકોમાં થતી કરોડરજ્જૂની બીમારીની સમસ્યા હવે નાની ઉંમરના લોકોમાં થવા લાગી

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના બાદ સ્પાઇનને લગતી બીમારીની ફરિયાદમાં વધારો નોંધાયો
  • પોલીસમાં ફિઝિકલ ટ્રેનિંગની તૈયારી કરતા ઉમેદવારોમાં સ્પાઈનની તકલીફ વધુ
  • કોરોનાકાળમાં દર્દીઓ પર સ્ટીરોઈડનો ઉપયોગ કરાતા સ્પાઈન પર સીધી અસર

કોરોના અને દિવસેને દિવસે લોકોની જીવનશૈલી બદલાતા કરોડરજ્જુમાં વિવિધ પ્રકારના રોગની ફરિયાદોનું પ્રમાણ વધ્યું છે. અગાઉ 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓને આ તમામ પ્રકારની ફરિયાદો મળતી હતી પરંતુ હવે સમય બદલાતા તમામ પ્રકારની એજ ગ્રુપના વ્યક્તિઓમાં આ ફરિયાદ જોવા મળી રહી છે.

પોલીસમાં ફિઝિકલ ટ્રેનિંગની તૈયારી કરતા ઉમેદવારોમાં વધુ સમસ્યા
અમદાવાદની સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલના મુખ્ય સર્જન ડોક્ટર ભરત દવેનું કહેવું છે કે, તેમની પાસે હવે દરેક ઉંમરના સ્પાઇનને લગતી બીમારીના દર્દી આવી રહ્યા છે. પ્રોફેશન પ્રમાણે વાત કરવા જઈએ તો ખાસ પોલીસ વિભાગમાં ફિઝિકલ ટ્રેનિંગ માટે તૈયારી કરતા ઉમેદવારો વધુ જોવા મળે છે. સાથે સાથે હવે કોરોનાકાળ બાદ માત્ર એક સ્થાને બેસી રહેવું અને મુવમેન્ટ ન થઈ શકવાના કારણે પણ સ્પાઇનને લગતી બીમારીઓની ફરિયાદો આવી રહી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

50થી વધુ ઉંમરના 80 ટકા લોકોમાં કરોડરજ્જૂની ફરિયાદ
મોટી વાત એ છે કે કોરોના દરમિયાન દર્દીઓમાં સ્ટીરોઈડનો ઉપયોગ મોટા પ્રમાણમાં થયો છે. જેની સીધી અસર સ્પાઈન પર જોવા મળી રહી છે. જે ચિંતાનો વિષય છે. કોરોના બાદ સ્પાઇન ઇન્ફેક્શનના હવે ડબલ માત્રામાં કેસ જોવા મળી રહ્યા છે. સ્ટીરોઈડની સાથે લોકોની જીવનશૈલી પણ બદલાઈ જેના કારણે આ અસર જોવા મળી રહી છે. એક અનુમાન મુજબ 50 વર્ષથી ઉપરના 80% લોકોને કરોડરજ્જૂની ફરિયાદ હોય છે. એક વર્ષમાં કરોડરજ્જુને લગતી ફરિયાદના 18,000 જેટલા કેસ તપાસતા હોય છે, જેમાં 1800 દર્દીઓને ઓપરેશન કરવાની જરૂર પડતી હોય છે.

જીમ અથવા તો કસરત કરતા લોકોમાં કરોડરજ્જુને લગતી ફરિયાદ મળી રહી છે
જીમ અથવા તો કસરત કરતા લોકોમાં કરોડરજ્જુને લગતી ફરિયાદ મળી રહી છે

જીમમાં વધુ કસરતથી કરોડરજ્જુને લગતી સમસ્યા થઈ શકે
ઉપરાંત શરીરને સ્વસ્થ બનાવવા માટે જીમ અથવા તો કસરત કરતા લોકોમાં કરોડરજ્જુને લગતી ફરિયાદ મળી રહી છે. કારણ કે કેટલીકવાર વધુ પડતા બળ પ્રયોગના કારણે કરોડરજ્જુ પર તેની સીધી અસર જોવા મળે છે. ડો. ભરત દવેનું કહેવું છે કે, આ માટે યોગ્ય માહિતી અને માર્ગદર્શન અનુસાર શરીરને કષ્ટ ન પડે એ પ્રકારના જ આસનો-કસરતો કરવી જોઇએ, જેથી આવી ફરિયાદો નિવારી શકાય.

કરોડરજ્જૂની કેવી-કેવી સમસ્યા થાય છે?
સામાન્ય રીતે 50 વર્ષ બાદ કરોડરજ્જૂને લગતી બીમારીઓ જોવા મળતી હોય છે, જેમાં ક્યાંક ગાદી ખસી જવી તો ક્યાંક મણકાનું ઇન્ફેક્શન થઈ જવાના કારણે કરોડરજ્જુને લગતી સમસ્યા સર્જાય છે. કરોડરજ્જુને લગતી બીમારીઓ માટે નવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે ખાસ ટેકનોલોજીના માધ્યમથી તેનું નિદાન પણ હવે સરળતાથી થઈ શકે છે. જેમાં નવા કરોડરજ્જુ પ્લાન્ટ થઈ શકે છે તથા નેવિગેશન સિસ્ટમના આધારે ખુબ જ જટિલ ઓપરેશન પણ પાર પાડી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...