વડાપ્રધાન મોદી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને વિવિધ પ્રેઝન્ટેશન નિહાળ્યા હતા.ત્યારબાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ઈ-સંવાદ કરી દીક્ષા એપ અંગે સવાલો કર્યા હતા.
શાળાઓ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની પ્રધાનમંત્રીએ મુલાકાત કરી
ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમીક્ષા કરી હતી. ત્યરાબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઈ-સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી દ્વારા ટેકનોલોજીથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થયો તે અંગે સવાલ કર્યો હતો. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોનિટરિંગ રૂમમાંથી રાજ્યના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે સાથે વડાપ્રધાન સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
વડાપ્રધાને ખેલકૂદ અંગે ટકોર કરી
વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેસી વડાપ્રધાને શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ઈ-સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી દ્વારા ટેક્નોલોજીની મદદથી શિક્ષકને અને વિદ્યાર્થીને કેટલો ફાયદો થયો તે અંગે સવાલો કર્યા હતા. આ ઉપરાંત ખેલકૂદ અંગે ટકોર કરતા કહ્યું હતું કે, ચાર્ટમાં ફિઝિકલ એક્ટિવિટી માટે કંઈ નથી. નવી શિક્ષણ નીતિમાં ખેલકૂદ એકસ્ટ્રા એક્ટિવિટી નથી રહી' પ્રધાનમંત્રીએ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના પોષણ પર પણ ભાર મૂક્યો હતો.
વડાપ્રધાને “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” નામ આપ્યું
વડાપ્રધાન મોદી દ્વારા ગાંધીનગરમાં જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી તેને PMએ નવું નામ આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” નામ આપ્યું છે. તેઓ આજે દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરાશે. એમાં અંગ્રેજીમાં રાખેલું નામ હવે ગુજરાતીમાં રાખવામાં આવ્યું છે.
ત્રણ દિવસ પ્રધાનમંત્રી ગુજરાતમાં રહેશે
આજે ગુજરાત આવી પહોંચેલા વડાપ્રધાન દ્વારા ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ હવે 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારપછી, લગભગ 3:30 કલાકે તેઓ જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ, બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.
રાજભવનમાં રાજ્યપાલ દ્વારા સ્વાગત કરાયું
ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી સીધા જ રાજભવન પહોંચ્યા હતા. અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.