સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સંસ્થાપક સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને અંતર્ધાન થયા એક વર્ષ પૂર્ણ થતા તેમની સ્મૃતિ માટે સદગુરૂ સ્મૃતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 30 ફૂટ લંબાઈ અને 30 ફૂટ પહોળાઈ ધરાવતી અને 30 ફૂટ ઊંચાઈ ધરાવતી વિશાળ ઇટાલિયન માર્બલમાંથી છત્રી તૈયાર કરવામાં આવી હતી અને ત્યાંના મધ્યે સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ પધરાવવામાં આવ્યા હતા અને સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશ-વિદેશના અનેક ભક્તોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે અબજી બાપાની વાતોની 1000 પારાયણ કરવામાં આવી હતી. જે કથા અમૃતનું પાન શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી, હરિવલ્લભદાસજી સ્વામી, પ્રેમવત્સલદાસજી સ્વામીએ કરાવ્યું હતું.
આ પ્રસંગે પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગ્રંથમાં 32 સંતના સદગુણોનું વર્ણન કરેલું છે. તે બધા જ ગુણોના દર્શન આનંદ પ્રિયદાસજી સ્વામી થતા હતા. તેઓ પૃથ્વી ઉપર 100 વર્ષ અને બે માસ રહ્યા. 80 વર્ષ સુધી સાધુ જીવન જીવ્યા અને અનેક લોકોને કર્યા જીવતા કર્યા.
બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે, કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરૂ શાસ્ત્રી આનંદ પ્રિયદાસજી સ્વામીનું જીવન એક સર્વોત્તમ સંત તરીકેનું હતું. સ્વામિનારાયણ ભગવાને કહેલા સંતના સર્વે ગુણે તેઓ સંપન્ન હતા. તેમનું વર્તન સૌ સંતો માટે પ્રેરણાદાય હતું. તેમનું વર્તન એ જ આજે સંપ્રદાયમાં વાતો કરે છે.
આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના પરમ વંદનીય પૂજ્ય આત્મસ્વરૂપદાસજી સ્વામી, કોઠારી ધર્મતિલકદાસજી સ્વામી, આ છત્રીનું મુખ્ય કામ કરાવનાર પૂજ્ય યોગીકિશોરદાસ સ્વામી પણ પધાર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.