તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રાસ:દહેજ ભૂખ્યા સાસરિયાંઓના ત્રાસથી કંટાળી ગર્ભવતી યુવતી આપઘાત કરવા રિવરફ્રન્ટ પહોંચી, જાગૃત નાગરિકે બચાવી હેલ્પલાઇનને જાણ કરી સમજાવી

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાસરિયાંઓ દીકરાને બીજે પરણાવવા માંગતા હતા

દહેજના ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી કંટાળી આઇશા નામની યુવતીના આપઘાતના કિસ્સા બાદ પણ સમાજમાં દહેજ ભૂખ્યા લોકોને કોઈ જ ફરક પડ્યો નથી. અમદાવાદના રિવરફ્રન્ટ પર આઇશાની જેમ જ 6 મહિનાની ગર્ભવતી યુવતી સાસરિયાઓના ત્રાસથી કંટાળી પાણીમાં કુદી આપઘાત કરવા પહોંચી હતી. જોકે એક જાગૃત નાગરિકે યુવતીને પકડી રાખી મહિલા હેલ્પલાઇન 181ને ફોન કરી જાણ કરી હતી.

યુવતીના સાસરિયાઓ અવાર-નવાર દહેજ માગતા હતા
મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીના પરિવારને બોલાવી પૂછતાં યુવતીના સાસરિયાઓ દહેજ માગતા હતા. સાસરિયાઓ ગાળો બોલી અને ત્રાસ આપતા દીકરાના બીજે લગ્ન કરાવવાની વાત કરતા હોવાની જાણ યુવતીને થતાં આપઘાત કરવા પહોંચી હતી. મહિલા હેલ્પલાઇન ટીમે યુવતીને સમજાવી સાસરિયા સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા હતા.

અવારનવાર સાસરિયા યુવતી સાથે મારપીટ કરતા
મહિલા હેલ્પલાઇન અભ્યમ 181ને રિવરફ્રન્ટ પરથી ફોન આવ્યો હતો કે, એક યુવતી સાબરમતી નદીમાં કૂદવા માટે આવી છે અને તેને પકડી રાખી છે. જેથી તાત્કાલિક અભ્યમ હેલ્પલાઇનની ટીમ રિવરફ્રન્ટ પર પહોંચી હતી. યુવતીના પરિવારજનોને બોલાવી વાતચીત કરતા લગ્નને 1 વર્ષ થયું છે અને 6 મહિનાના ગર્ભવતી છે. સાસરીમાં પતિ, સાસુ અને નણંદ દ્વારા ત્રાસ આપવામાં આવે છે. દહેજમાં દોઢ લાખ રૂપિયા આપવામા આવ્યા હતા. પિતા છૂટક મજૂરી કરે છે અને અવારનવાર સાસરિયા મારપીટ કરે છે. યુવતીના માતા તેને પહેરવાં કપડાં મોકલે તો નણંદ લઈ લે છે.

દીકરાને બીજે પરણાવવા માંગતા હતા
પતિને મસાલો ખાવાની આદત છે તો ક્યારેક યુવતીના હાથમાં થૂંકી દેતા હતા. આવી હરકતો કરતા હતા. થોડા દિવસ પહેલા તબિયત ખરાબ થતા યુવતી સારવાર માટે તેની માતાના ઘરે ગઈ હતી. માતાએ તેની કાનની સેર ગીરવે મૂકી સારવાર કરાવી હતી. સસરા અને નણંદ ગાળો આપી અને ત્રાસ આપતા હતા જેનું રેકોર્ડિંગ મોકલતાં હતા. દીકરાને બીજે પરણાવવા માંગતા હતા જેની જાણ થતાં પોતે રિવરફ્રન્ટ પર આવી નદીમાં કુદી આપઘાત કરવા પહોંચી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે તેને સમજાવી સાસરિયા સામે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનમાં મોકલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો