બોર્ડ પહેલાં પ્રી-બોર્ડ પરીક્ષા:ધોરણ 10ની પ્રી-બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, આ તારીખથી લેવાશે પરીક્ષા

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અમદાવાદ શહેરની સ્કૂલોમાં બોર્ડની પરીક્ષા પહેલા પ્રી-બોર્ડ પરીક્ષા યોજવા નિર્ણય કરવામાં આવ્યો છે.અગાઉ ધોરણ 10ની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.9 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી પ્રિ બોર્ડની પરીક્ષા લેવામાં આવશે.

પ્રી-બોર્ડ પરીક્ષા માટેનું ટાઈમ ટેબલ જાહેર
ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય તે માટે અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરી દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે પ્રી-બોર્ડ પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં બોર્ડની પરીક્ષાની જેમ હોલ ટીકીટ આપીને મુખ્ય વિષયની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 10ની પ્રિ બોર્ડની પરીક્ષા લેવામાં આવશે જે માટેનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે.

9થી 11 ફેબ્રુઆરી દરમિયાન લેવાશે
09-02 -અંગ્રેજી
10-02-ગણિત
11-02- વિજ્ઞાન
સમય સવારે 8 થી 11:15 સુધી

અન્ય સમાચારો પણ છે...