તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020ના 20 બોધપાઠ:જાતને બદલવાની તાકાત જ સૌથી મોટું હથિયાર...

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુશ્કેલીભર્યા વર્ષમાં આમ તો આપણે ઘણું બધું જોયું અને શીખ્યાં પરંતુ આ સમયનો નિચોડ એટલે કે 2020ના 20 મોટા બોધપાઠ તમને જણાવી રહ્યા છે, ભાસ્કર એક્સપર્ટ.

1. પહેલું સુખ, નિરોગી શરીર
કોરોનાએ લાખો લોકોને એક સ્વસ્થ શરીરનું મહત્ત્વ નવેસરથી શીખવ્યું. પોતાને ફક્ત સ્વસ્થ જ નહીં, શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવું જ લોકોની પ્રાથમિકતા બની ગઈ. જે કસરત કે યોગને બોજ સમજતા, તેમણે પણ વર્કઆઉટને રૂટિન બનાવી દીધું.

2. બચત જ મૂડી છે
મુશ્કેલભરી આર્થિક સંકડામણમાં લોકોએ ફરી એકવાર બચતનું મહત્ત્વ સમજ્યું. જેમને પહેલેથી બચતની આદત હતી, તેમને થોડી રાહત પણ હતી. જે લોકો તેમાં નહોતા માનતા, તેમને બોધપાઠ મળ્યો.

3. વધુ મેળવો, તો વધુ વહેંચો
કોરોનાકાળમાં દાનવીરોની સંખ્યા વધી. ધનિકોએ સંશોધનો-સારવાર માટે ફંડ આપ્યું. સંકટનો આ સમય પરસ્પરના સહયોગની રીતે પણ શ્રેષ્ઠ કાળ રહ્યો.

4. જેવું અન્ન, તેવું તન-મન
કોરોનાકાળમાં સંભવત: પહેલીવાર લોકોએ પૌષ્ટિક ભોજનને મહત્ત્વ આપ્યું. ખોરાકમાં સ્વાદના બદલે ઈમ્યુનિટી જ પ્રાથમિકતા બની ગઈ. લોકોએ ઘરના આરોગ્યપ્રદ ભોજનને જીવનનો હિસ્સો બનાવી દીધું.

5. શીખવાની કોઈ ઉંમર નથી હોતી
આ વર્ષે દરેક લોકો કંઈકને કંઈક શીખ્યા જરૂર. બાળકોએ ઓનલાઈન ભણવાનું અને શિક્ષકોએ ઓનલાઈન ભણાવવાનું શીખ્યું. આ ગાળામાં હજારો લોકોએ તો પહેલીવાર ડિજિટલ પેમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું.

6. સંકટ જ તક લાવે છે
કોરોનાએ અનેક ઉદ્યોગો માટે સંકટ સર્જ્યું, તો અનેક ઉદ્યોગો માટે નવી તકો સર્જાઈ. સિનેમા હૉલ તો બંધ થયા, પરંતુ ઓટીટી પ્લેટફોર્મનું પૂર આવ્યું. રેસ્ટોરન્ટો બંધ થઈ, પરંતુ ફૂડ ડિલિવરી એપ્સ સફળ થયા.

7. ઘરમાં જ સ્વર્ગ છે
મુશ્કેલીના આ દોરમાં લાખો લોકો ઘરે પાછા ફર્યા. કેટલાક બિમારીના ડરથી તો નોકરીની મજબૂરીમાં પાછા આવ્યા. આ સ્થિતિના કારણે એ ચર્ચા શરૂ થઈ કે, નોકરીઓની તકો ઘરની આસપાસ કેમ પેદા ના થાય?

8. સમયથી કિમતી ભેટ કોઈ નથી
લૉકડાઉનમાં સંભવત: પહેલીવાર લોકોએ પરિવાર સાથે આટલો લાંબો સમય ગાળ્યો. કમાણીની અંધાધૂંધ દોડ પર બ્રેક લાગી, ત્યારે ખબર પડી કે પરિવાર સાથે વીતાવેલો સમય જ જીવનની સૌથી મોટી ભેટ છે.

9. દરેક મુશ્કેલીનો ઉપાય છે
લૉકડાઉન વખતે ઘરોમાં ઓફિસો શરૂ થઈ, વર્ક ફ્રોમ હોમ શરૂ થયું અને રમતગમતના મેદાનોમાં દર્શકો વિના મેચો યોજવાનું શરૂ થયું.

ડૉક્ટર અને આરોગ્યકર્મી હોય કે પોલીસકર્મી, થાક્યા વિના સતત આ લોકોએ કામ કર્યું
ડૉક્ટર અને આરોગ્યકર્મી હોય કે પોલીસકર્મી, થાક્યા વિના સતત આ લોકોએ કામ કર્યું

10. સુપરહીરો ખરેખર હોય છે
આ મુશ્કેલીના સમયમાં લોકોએ અસલી સુપરહીરો જોયા. ડૉક્ટર અને આરોગ્યકર્મી હોય કે પોલીસકર્મી, થાક્યા વિના સતત આ લોકોએ કામ કર્યું. સમાજમાં આપેલું એ પ્રદાન સુપરહીરોથી કમ ન હતું.

11. સાથે ચાલવાથી ઉકેલ ઝડપથી મળે છે
આ પહેલા કોઈ બિમારીની વેક્સિન આટલી ઝડપથી નથી બની. કારણ હતું, સંશોધનમાં વ્યસ્ત તમામ દેશો-સંસ્થાઓએ માહિતીની આપ-લે કરી. સંકટમાં સાથે ચાલવાથી ઝડપથી ઉકેલ મળે છે.

12. મનમાં ઈશ્વર હોય, તો ઘર જ મંદિર
લૉકડાઉનમાં મંદિરોના દરવાજા જરૂર બંધ થયા, પરંતુ લોકોએ એ વાત સમજી કે ઈશ્વરનો વાસ મનમાં જ હોય છે. એટલે લોકોએ ઘરમાં જ ઈશ્વરને ભજ્યા.
13. સાચી જાણકારી સૌથી વધુ જરૂરી
કોરોનાના આંકડા હોય કે ચીન સાથેનો સરહદી વિવાદ, આ વર્ષે આપણને શીખવ્યું કે, સાચી જાણકારી ખૂબ જ જરૂરી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ જૂઠથી આપણે આખું વર્ષ પરેશાન થયા.

14. કોઈ કામ નાનું નથી હોતું
પહેલા મહોલ્લામાં સફાઈકર્મીઓ આવ અને જતા રહેતા. કોઈ તેમની તરફ જોતું પણ નહીં, પરંતુ કોરોનાએ સફાઈનું મહત્ત્વ સમજાવ્યું અને લોકોએ સફાઈ કરનારા પર ફૂલ વરસાવ્યા.

15. ટીપે ટીપે સરોવર ભરાય છે
લૉકડાઉનમાં અર્થતંત્ર ખોરવાઈ ગયા. જીડીપી ગ્રોથ નેગેટિવમાં પહોંચી ગયો, પરંતુ વેપાર ફરી શરૂ થયા તો નાના નાના પગલાં લઈને આર્થિક સ્તરે રિકવરી શરૂ થઈ. આમ આપણા નાના પ્રયાસ પણ મોટા જ હોય છે.

16. સ્વચ્છતામાં ખરેખર ઈશ્વર વસે છે
બાળપણમાં આપણે શીખ્યા છીએ કે, સ્વચ્છતામાં ઈશ્વરનો વાસ છે. આ મુશ્કેલ સમયમાં સફાઈ આપણી જરૂરિયાત બની ગઈ અને હવે આદત બની ગઈ છે.

17. સંયમ જ સૌથી મોટી તાકાત છે
કોરોનાકાળમાં અનેક લોકોનો સંયમ વધ્યો. સોશિયલ ડિસ્ટન્સિંગનો સંયમ હોય કે માસ્કનો, એ જ લોકોની સૌથી મોટી તાકાત બન્યા. જેમણે સંયમ જાળવ્યો, તે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડી.

18. સંકટ અમીરી-ગરીબીમાં ભેદ નથી કરતું
કોરોનાના સંકટમાં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સથી લઈને અનેક દેશના વડાઓ અને સેલિબ્રિટીઓને ચપેટમાં લઈ લીધા. કોરોનાએ અમીરી-ગરીબીનો ભેદ મિટાવી દીધો.

19. સાહસ હોય, તો કંઈ મુશ્કેલ નથી
કોઈ પણ બિમારી તન પહેલા મનને હરાવે છે. કોરોનાને હરાવનારામાં 70 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા એવા વૃદ્ધો પણ હતા, જેમને પહેલા ગંભીર બીમારીઓ હતી. પોતાના સાહસથી તેમણે એ બીમારીઓને હરાવી દીધી.

20. જીવન નિરંતર ચાલે છે
આ કાળનો સૌથી મોટો બોધપાઠ એ છે કે, મુશ્કેલીઓ આવે છે, આપણા સ્વજનો પણ જતા રહે છે, લાગે છે કે આપણી સાથે કંઈ સારંુ નથી થઈ રહ્યું, પરંતુ જીવન નિરંતર ચાલે છે. અંધારી રાત પછી આશાનો સૂરજ જરૂર ઉગે છે.

ભાસ્કર એક્સપર્ટ પેનલ

 • હર્ષ ગોયન્કા, ચેરમેન, આરપીજી એન્ટરપ્રાઈઝ
 • શાલિની ભરત, ડિરેક્ટર, ટીઆઈએસએસ
 • સૌમ્યા સ્વામીનાથન, ચીફ સાયન્ટિસ્ટ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન
 • ગૌરવ મુંજાલ, કો-ફાઉન્ડર, અનએકેડમી
 • રાજદીપ સરદેસાઈ, વરિષ્ઠ પત્રકાર
 • ડૉ.ડી. પી. ડોભાલ, વિજ્ઞાની, વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જિયોલોજી મહેશ વ્યાસ, સીએમઆઈઈના વડા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો