તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Possibility Of The Assistant Commissioner Of The Two Zones Resigning; The Assistant Municipal Commissioner In The East South Zone Will Now Have To Obey The Order Of The HOD General.

HOD જનરલની નિમણૂકથી નારાજગી:બે ઝોનના આસિસ્ટન્ટ કમિશનર રાજીનામું આપે તેવી શક્યતા; પૂર્વ-દક્ષિણ ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે હવે HOD જનરલનો આદેશ માનવો પડશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગયા અઠવાડિયે સાત ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જનરલ અને એચઓડી જનરલની નિમણૂક કરવામાં આવી હતી. શહેરમાં કુલ 23 આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર છે જે પૈકીના 8 જેટલા આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરે હવે એચઓડી જનરલના તાબા હેઠળ કામ કરવું પડશે. બીપીએમસી એક્ટ મુજબ આ. મ્યુનિ. કમિશનરની સ્ટેચ્યુટરી પોસ્ટ છે નિયમ મુજબ એચઓડીએ તેમના આદેશનું પાલન કરવાનું હોય છે ત્યારે હવે શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરે એચઓડી જનરલનો આદેશ માનવો પડશે. આ કારણે કેટલાક અધિકારીઓ રાજીનામું આપે અથવા મૂળ જગ્યા ઉપર પરત ફરે એવી સ્થિતિ સર્જાઈ છે.

શનિવારે એક એચઓડી જનરલે આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરો અને અધિકારીઓને તતડાવ્યા હતા. એચઓડી જનરલ સામે વિજિલન્સ તપાસ ચાલી રહી છે અને એવા અધિકારીને સ્ટેચ્યુટરી પોસ્ટના અધિકારીઓની ઉપર લાવી બેસાડી દેવાયા હોવાથી અધિકારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. આિસસ્ટન્ટ મ્યુનિ. કમિશનરોનું કહેવંુ છે કે, તેમના તાત્કાલિક અધિકારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે તો અમારે એચઓડી જનરલને રિપોર્ટિંગ કરવાનું થતું નથી.

અન્ય સમાચારો પણ છે...