તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર:લવ જેહાદની સંભાવનાઓને પણ કાયદાના દાયરામાં લવાશે, UPની પેટર્નથી ગુજરાતમાં ત્રીજો કાયદો બનશે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: મૌલિક મહેતા
 • કૉપી લિંક
 • બજેટ સત્રમાં લવ જેહાદ સામે કાયદો ઘડવાની તૈયારી

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાત સરકારે પણ લવ જેહાદ સામેનો કાયદો ઘડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. માર્ચ મહિનામાં મળનારા બજેટ સત્રમાં આ માટેનું વિધેયક ગૃહ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવશે. નવા કાયદામાં લવ જેહાદની સંભાવનાઓને પણ દાયરામાં લેવાની વિચારણા ચાલી રહી છે. ઉત્તરપ્રદેશના કાયદાના અભ્યાસ સાથે પ્રાથમિક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને સિનિયર મંત્રીઓની બેઠકમાં તેનું પ્રેઝન્ટેશન થયા બાદ આખરી ડ્રાફ્ટ તૈયાર થશે.

સૂત્રોએ કહ્યું કે લવ જેહાદના નામે વિધર્મી યુવક દ્વારા લગ્ન કરવાના, ભગાડી જવાના, ધર્મ પરિવર્તન કરાવવાના કે દુષ્કર્મના બનાવ બને તેની સામે તો કડક સજાની જોગવાઇ થશે પરંતુ આવા પ્રકારના કિસ્સા બને નહીં તે માટેની આગોતરી તકેદારીના ભાગરૂપે લવ જેહાદની સંભાવનાઓ પર પણ પુરતું ફોકસ કરાઇ રહ્યું છે. જો કોઇ વ્યક્તિ સામે એવી રજૂઆત, અરજી કે ફરિયાદ આવે કે તે એવી હરકત કરી રહ્યો છે જેને કારણે ભવિષ્યમાં લવ જેહાદની સંભાવના ઉભી થઇ શકે છે તો તેને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પુછપરછ માટેની સત્તા પણ પોલીસને અપાશે. 18 વર્ષથી નાની ઉંમરની યુવતિ સાથે આ પ્રકારનો બનાવ બને તો તેના માતા-પિતા કે પરિવારજનની ફરિયાદના આધારે પણ કાર્યવાહી થઇ શકશે.

UPની પેટર્નથી રાજ્યમાં ત્રીજો કાયદો બનશે
ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા પછી અસામાજિક તત્વો, ગુંડાઓ અને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી માટે તેમણે અનેક કાયદાઓ સુધાર્યા છે. ગુજરાત સરકારે ઉત્તર પ્રદેશ સરકારની પેટર્ન પ્રમાણે ગત વિધાનસભા સત્રમાં એન્ટી લેન્ડ ગ્રેબીંગ એક્ટ અને ગુન્ડા એક્ટનું વિધેયક પસાર કર્યું હતું. હવે યુપી સરકારની પેટર્નથી જ ત્રીજો લવ જેહાદ કાયદો વિધાનસભામાં રજૂ કરવા જઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો