તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અધીરા નહીં, અલર્ટ રહો:સાંજે કોર કમિટીની બેઠક બાદ લોકડાઉન અંગે નિર્ણય લેવાશે:CM, ખરીદી કરવા મોલ તેમજ શાક માર્કેટ તરફ લોકોની દોટ

અમદાવાદ11 દિવસ પહેલા
  • સાંજે ગાંધીનગરમાં કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય
  • અમદાવાદ સહિતનાં મોટાં શહેરોમાં ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઊમટ્યા

રાજ્યમાં વિકરાળ રૂપ લઈ રહેલા કોરોનાવાયરસ પર અંકુશ લગાવવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. ત્યારે હવે વેપારી, મેડિકલ એસોસિયેશન તેમજ હાઈકોર્ટ દ્વારા રાજ્ય પર કર્ફ્યૂ તેમજ લોકડાઉન લાદવા દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રીએ આજે સાંજે કોર કમિટીની બેઠકમાં લોકડાઉન અંગેની જાહેરાત કરવાની વાત કરી છે. એવી ચર્ચા ચાલી છે કે ગુરુવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવાર 6 વાગ્યા સુધી રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં લોકોમાં સૌથી મોટી ચિંતા લોકડાઉનમાં શું ચાલુ રહેશે અને શું બંધ થશે એની હોય છે, સાથે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાં શહેરોમાં લોકડાઉનના ભણકારાને પગલે લોકો ખરીદી કરવા માટે મોલ તેમજ શાક માર્કેટ સહિતમાં લાઈનો લગાવીને ઊભા રહેલા નજરે ચઢી રહ્યા છે.

લોકડાઉડના ડરના કારણે લોકો અધીરા બન્યાં
લોકડાઉડના ડરના કારણે લોકો અધીરા બન્યાં

3 દિવસનું આંશિક લોકડાઉન આવી શકે?
હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે પણ સરકારને નિર્દેશ આપતાં જણાવ્યું હતું કે કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકારે જરૂરી નિર્ણય લેવો જોઈએ. બીજી તરફ, સરકાર પણ લોકડાઉન અંગે વિચારણા કરી રહી હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. આજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓ સુરતમાં કોરોનાને કાબૂમાં લેવા સમીક્ષા કરી રહ્યા છે, ત્યાર બાદ દાંડિયાત્રાનો સમાપન કાર્યક્રમ પૂર્ણ કરી સાંજે મુખ્યમંત્રી સહિતના અધિકારીઓ ગાંધીનગર પહોંચશે, જ્યાં કોર કમિટીની બેઠક મળશે, જેમાં કોરોના અંગે હાઈકોર્ટે આપેલા નિર્દેશો તેમજ વેપારી અને મેડિકલ એસોસિયેશને કરેલી માગણી અંગે ગંભીરતાથી ચર્ચાવિચારણા કરી ગુરુવાર રાતથી 3 દિવસનું આંશિક લોકડાઉન લાદવામાં આવે એવી શક્યતાઓ છે.

મોલમાં ખરીદી માટે લોકોની ભીડ જામી
મોલમાં ખરીદી માટે લોકોની ભીડ જામી

એકસાથે જથ્થાબંધ શાકની ખરીદી શરૂ
ગત વર્ષે અચાનક જ લોકડાઉન જાહેર કરાતાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે આ વર્ષે લોકડાઉન અંગે ચર્ચા ચાલુ થતાં જ શહેરીજનો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ભરબપોરે બજાર અને મોલમાં મોટી સંખ્યામાં ઊમટી પડ્યા છે. લોકોમાં લોકડાઉનને લઈને ડર છે, જેને પગલે શહેરના મોલ અને બજારમાં ખરીદી માટે લાઇનો લાગી છે. શાક માર્કેટમાં પણ લોકો શાકની એકસાથે વધુ પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે.

મોલ બહાર પણ ખરીદી માટે લોકોએ લાઈનો લગાવી
મોલ બહાર પણ ખરીદી માટે લોકોએ લાઈનો લગાવી

મોલમાં લોકો મોટી સંખ્યામાં લાઈનો લાગી
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા માધુપુરા અને કાલુપુરનાં બજારમાં કરિયાણા અને શાકભાજીની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઊમટ્યા છે, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોલ અને શાક માર્કેટમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોલમાં લોકો 30-40 મિનિટ સુધી બહાર લાઈનમાં ઊભા રહીને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે ઊભા છે. લોકોમાં ગત વર્ષ જેવું લોકડાઉન આવવાની બીક છે. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન અંગે નિર્ણય કરવામાં આવે એ બાદ બજારમાં હજુ પણ ખરીદી માટેની વધવાની શક્યતા છે.

લોકોને ફરીવાર લોકડાઉન આવશે એવો ભય
લોકોને ફરીવાર લોકડાઉન આવશે એવો ભય

માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
સવારથી ચાલી રહેલી લોકડાઉનની સંભાવનાને પગલે અમદાવાદ, રાજકોટ, સુરત તેમજ વડોદરાના રહેવાસીઓ કપડાં, કરિયાણું સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે મોલ તેમજ અન્ય બજારોમાં એકઠા થઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં ભીડ એકઠી થતાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા પણ ઊડતા જોવા મળી રહ્યા છે. ત્યારે પહેલાંથી જ રાજ્યમાં દૈનિક 3 હજારની આસપાસ નવા કેસ નોંધાય છે, તો જો આ જ રીતે ભીડ એકઠી થશે તો સંક્રમણનું પ્રમાણ બમણું થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો