તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • The Possibility Of A Curfew From 11pm To 6am From The New Year As Corona's Case Declines Was Discussed At The Core Committee Meeting, A Decision Could Be Taken Nowadays.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહતની આશા:કોરોનાના કેસ ઘટતાં નવા વર્ષથી રાત્રે 11થી સવારે 6 સુધી કર્ફ્યૂની શક્યતા, કોર કમિટીની બેઠકમાં ચર્ચા થઈ, આજકાલમાં નિર્ણય લેવાઈ શકે છે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સૂત્રોના જણાવ્યા અનુસાર 31 ડિસેમ્બર બાદ ગમે ત્યારે સરકાર કર્ફ્યૂના કલાકોમાં ઘટાડો કરી શકે છે. - Divya Bhaskar
સૂત્રોના જણાવ્યા અનુસાર 31 ડિસેમ્બર બાદ ગમે ત્યારે સરકાર કર્ફ્યૂના કલાકોમાં ઘટાડો કરી શકે છે.
 • દિવાળી પછી કેસમાં તીવ્ર ઉછાળો આવતાં અમદાવાદ સહિત ચાર શહેરમાં કર્ફ્યૂ લદાયો હતો

ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં હાલ રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધીમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણનો બીજો ઉછાળો આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ 31 ડિસેમ્બર બાદ આ કર્ફ્યુને લઇને રાજ્ય સરકાર મહત્ત્વનો નિર્ણય લઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 31 ડિસેમ્બર બાદ ગમે ત્યારે સરકાર કર્ફ્યૂના કલાકોમાં ઘટાડો કરી શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રીના વડપણ હેઠળ કોરોના સંક્રમણની સ્થિતિ અને નિયંત્રણ પર ધ્યાન રાખવા બનેલી કોર કમિટીની બેઠકમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. છેલ્લાં પંદર દિવસથી રાજ્યમાં કોરોનાના નવાં કેસોની સંખ્યા ઘટી રહી છે અને સાથોસાથ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, તેથી હવે કર્ફ્યૂ ઘટાડવાનો નિર્ણય લેવાશે.

કર્ફ્યૂને કારણે મનોરંજન, હોટેલ અને કેટલાંક વ્યાપારોને ખૂબ મોટું નુક્સાન સહન કરવું પડી રહ્યું છે. અગાઉ આ સ્થળોને છુટ્ટી આપવામાં આવી હતી પરંતુ ફરી બંધ થતાં તેમને ખોટ જઇ રહી છે. નાતાલથી ઇસુના નવાવર્ષની ઉજવણી દરમિયાન આ તમામ વ્યવસાયો માટે પીક સિઝન રહે છે પરંતુ તે બંધ રહ્યાં હતાં. હવે તેમને નુક્સાન વધુ સહન ન કરવું પડે તે માટે કર્ફ્યૂનો સમય 9ને બદલે 11 વાગ્યાથી શરૂ કરવામાં આવી શકે છે.

દિવાળી પછી કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો આવતાં અમદાવાદ સહિત ચાર શહેરમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. હોટેલ અને રેસ્ટોરાં સહિતના કેટલાક ઉદ્યોગો કર્ફ્યૂના સમયમાં છૂટછાટ આપવાની માગણી કરી રહ્યા છે. રાજ્ય સરકાર જો કે, પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી અંતિમ નિર્ણય કરશે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ કર્ફ્યૂનો સમય રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધીનો હોઈ શકે છે.

લગ્ન સમારંભમાં 100થી વધુ વ્યક્તિને મંજૂરીનો નિર્ણય પણ લેવાઈ શકે છે
ગુજરાતમાં લગ્નો કે અન્ય સમારોહમાં 100 વ્યક્તિ તથા અંતિમવિધીમાં 50 વ્યક્તિની મર્યાદા ફરી લાગુ કરાઇ છે. જો કે કર્ફ્યુ હળવો કરવાની સાથોસાથ આ મર્યાદામાં પણ છૂટછાટ આવી શકે છે અને તે સંખ્યા બમણી થઇ શકે છે. મુખ્યમંત્રી સંવભતઃ આ સપ્તાહના અંત સુધીમાં આ જાહેરાત કરવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો