તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCની નવી પોલિસી:રાત્રે રોડ પર થતાં પાર્કિંગ માટે 1500 સુધીના ચાર્જની શક્યતા, અનેક વિસ્તારોમાં લોકો રોડ પર વાહન પાર્ક કરે છે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • જે-તે વિસ્તારની જંત્રી પ્રમાણે પાર્કિંગ ચાર્જ નક્કી કરવાની યોજના

મ્યુનિ.એ રાજ્ય સરકારને નવી પાર્કિંગ પોલિસી માટે મોકલેલા એજન્ડામાં રાત્રે પણ સોસાયટીની બહાર પાર્ક થયેલા વાહનોનો પાર્કિંગ ચાર્જ વસૂલવાની જોગવાઇ છે. આ જોગવાઇ અનુસાર વાહનો પાસેથી માસિક રૂ. 300 થી 1500 ચાર્જ વસૂલાય તેવી શક્યતા છે. જો રાજ્ય સરકાર મંજૂરી આપશે તો અમદાવાદની મોટાભાગની સોસાયટી, ફ્લેટોને વાહન પાર્કિંગના માસિક નાણાં ચૂકવવા પડશે.

મ્યુનિ. જાહેર રસ્તા પર પાર્ક થતાં વાહનો પાસેથી પણ હવે પાર્કિંગ ચાર્જ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. ખાસ કરીને રાત્રિ દરમ્યાન જાહેર રસ્તા પર પાર્ક થતાં વાહનો માટે વિશેષ રીતે પાર્કિગ પોલિસી તૈયાર કરવામાં આવી છે. આવા વાહનો પાસેથી જે તે વિસ્તારની જંત્રી પ્રમાણે અથવા તો અન્ય રીતે પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે તેવી શક્યતા છે. તે સિવાય કોમર્શિયલ બિલ્ડિંગોમાં કેટલાક કિસ્સામાં વધુ રકમ વસુલવામાં આવે તેવી પણ શક્યતા છે. પાર્કિંગ ચાર્જમાં ખાસ કરીને રાત્રિ દરમ્યાન અને દિવસે પણ પાર્કિંગની જગ્યા બાબતે ચાર્જમાં કેટલોક ફરક હોવાની શક્યતા છે. આ ઉપરાંત કોમર્શિયલ રસ્તા પર દિવસનો પાર્કિંગ ચાર્જ લગભગ આ રકમ કરતાં 10 ગણો વધારે રાખવામાં આવે તેવી પણ શક્યતા છે.

જૂની સોસાયટી-ફ્લેટમાં મોટાભાગનાં વાહન રોડ પર જ પાર્ક થતાં હોય છે
મોટાભાગની જૂની સોસાયટીઓના ફોર વ્હીલર જાહેર રસ્તા પર પાર્ક થઇ રહ્યા છે. ખાસ કરીને અગાઉ શહેરની મોટી સોસાયટીઓમાં પણ ટુ વ્હીલર પાર્કિંગને ધ્યાને લઇને જ પાર્કિંગ માટેની જગ્યા ફાળવવામાં આવતી હતી. જોકે છેલ્લા 10 વર્ષમાં ફોર વ્હીલરની સંખ્યા સતત ‌વધી રહી છે. તેથી શહેરમાં આ જૂના ફ્લેટમાં પાર્કિંગની સમસ્યા સર્જાઇ છે.

અગાઉ સોસાયટીના પ્લોટને પાર્કિંગ એરિયામાં ફેરવવાની દરખાસ્ત હતી
મ્યુનિ. દ્વારા અગાઉ સોસાયટીમાં આવેલા કોમન પ્લોટને પાર્કિંગ પ્લોટમાં ફેરવવાની મંજુરી આપવાની પણ વિચારણા કરી હતી. જેથી આ સ્થળે મલ્ટી પાર્કિંગ ફેસિલીટી ઉભી થઇ શકે અને વાહનો પાર્ક થઇ શકે. જીડીસીઆરમાં કેટલાક સુધારા કરીને આવી વ્યવસ્થા વિચારણા હેઠળ હતી. જોકે બાદમાં આ ફાઇલને અભરાઇએ ચઢાવી દેવામાં આવી હતી.

પાર્કિંગ સિવાય બી.યુ. પરમિશન ન મળે તો બિલ્ડિંગો કઈ રીતે બની જાય છે?
અનેક કોમર્શિયલ બિલ્ડિંગમાં પૂરતું પાર્કિંગ નહીં હોવા છતાં મ્યુનિ.એ તેને મંજૂરી આપી છે. સીજી રોડ મામલે વર્ષો સુધી હાઇકોર્ટમાં પાર્કિંગના વિવાદમાં અનેક આદેશો થયા. જે બાદ સી.જી. રોડ માટે જ મ્યુનિ.એ કરોડોના ખર્ચે મલ્ટિલેવલ પાર્કિંગ ઉભું કર્યું પણ તે સફળ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...