તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:6 મનપાની ચૂંટણીના 2,276 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે, દાદરા નગર હવેલીના MP મુંબઈની હોટલમાંથી મૃત હાલતમાં મળ્યા, આપઘાતની આશંકા

અમદાવાદ7 દિવસ પહેલા

નમસ્કાર!

JEE MAINS 2021ની પરીક્ષા શરૂ, 13 ભાષામાં યોજાનારી આ પરીક્ષા લેવાયા બાદ 4-5 દિવસમાં પરિણામ આવી જશે. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ત્રીજો દીક્ષાંત સમારોહ, મુખ્ય મહેમાન તરીકે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે....ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ49,744.32-1145.44
ડોલરરૂ.72.50-0.15
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ48,500250

માર્કેટ અપડેટ
- BSEનું માર્કેટ કેપ 200.26 લાખ કરોડ રૂપિયા રહ્યું. 62% કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો.
- 3,179 કંપનીઓના શેરમાં ટ્રેડિંગ થયું. 1,040 કંપનીઓના શેરમાં વધારો અને 1,987 કંપનીઓના શેર ઘટ્યા.

​​​​​​આ 3 ઘટના પર રહેશે નજર

1) અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મનપાની ચૂંટણીની મતગણતરી. 2276 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે. 2) JEE MAINS 2021ની પરીક્ષા શરૂ, 13 ભાષામાં યોજાનારી આ પરીક્ષા લેવાયા બાદ 4-5 દિવસમાં પરિણામ આવી જશે. 3) ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ત્રીજો દીક્ષાંત સમારોહ, મુખ્ય મહેમાન તરીકે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) દાદરા નગર હવેલીના MP મોહન ડેલકર મુંબઈની હોટલમાંથી મૃત હાલતમાં મળ્યા, આપઘાતની આશંકા

મુંબઈની મરીન ડ્રાઇવની સી-ગ્રીન હોટલમાંથી દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળ્યો છે. હોટલમાંથી ગુજરાતીમાં સુસાઇડ નોટ મળી છે, જેને પગલે તેમણે આપઘાત કર્યો હોવાની આશંકા છે.
વાંચો સમાચાર વિગતવાર

બિન હરિફ જાહેર થયેલા(ડાબેથી) દિનેશ પ્રજાપતિ અને રામ મોકરિયા.
બિન હરિફ જાહેર થયેલા(ડાબેથી) દિનેશ પ્રજાપતિ અને રામ મોકરિયા.

2) ભાજપના રાજ્યસભાના બન્ને ઉમેદવાર બિન હરિફ જાહેર, રામ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ રાજ્યસભા સાંસદ બન્યા
ગુજરાતમાં રાજ્યસભાની બન્ને બેઠક ભાજપને બિન હરિફ મળી ગઈ છે. ભાજપના રામ મોકરિયા અને દિનશ પ્રજાપતિને આજે બિન હરિફ જાહેર કરવામાં આવ્યા છે. એક જ દિવસે અલગ અલગ મતદાનની જાહેરાત થયા બાદ કોંગ્રેસે ઉમેદવાર ઉભા ન રાખતા બન્ને સીટ ભાજપને ફાળે ગઈ છે. બન્ને ઉમેદવારને આજે ચૂંટણીપંચે જીતના સર્ટિફિકેટ આપી દીધા છે.
વાંચો સમાચાર વિગતવાર

3) આણંદના રાસનોલમાં ભાઈ-બહેને કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં દેવુ વધી જતાં પગલું ભર્યાનો ઉલ્લેખ
આણંદ તાલુકાના રાસનોલ ગામે ઈન્દિરાનગરીમાં રહેતા બે સગા ભાઈ-બહેને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. ઘટનાસ્થળ પરથી જે સ્યુસાઈડ નોટ મળી આવી છે તેમાં ફાઈનાન્સ કંપનીનું દેવુ વધી જતા પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો છે. જોકે પત્ની અને સાળાની આત્મહત્યા બાદ મૃતક મહિલાનો પતિ લાપત્તા થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) રાજકોટમાં મતદાન બાદ સટ્ટાબજારના ભાવમાં વધ-ઘટ, ભાજપને 43, કોંગ્રેસને 22 અને આપને 7 સીટ મળી શકે
રાજકોટ મનપાની ચૂંટણી પૂરી થયા બાદ સટ્ટાબજારના ભાવમાં વધ-ઘટ જોવા મળી હતી. અગાઉ બુકીઓ ભાજપને 50 સીટ આવે એવી ધારણા બાંધતા હતા, પરંતુ મતદાન બાદ હવે બુકીઓ ભાજપને 43 સીટ આવશે એવું અનુમાન દર્શાવી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) સુરતમાં વોક વે પર પાણી વેચનાર મહિલાએ વીડિયો બનાવવાની ના પાડતા ફેશન ડિઝાઈનર બાખડી, પોલીસ સ્ટેશને તમાશો કર્યો
સુરતમાં વોક વે પર વીડિયો બનાવતી યુવતી અને તેના મિત્રને પાણી વેચનાર મહિલાએ ના પાડી હતી. વીડિયો બનાવવાની ના પડતાં ફેશન ડિઝાઈનર યુવતીએ તકરાર કરી હતી. જેથી પાણી વેચનાર મહિલાએ પોલીસ બોલાવી હતી. ઉમરા પોલીસ પાણી વેચનાર મહિલા અને ફેશન ડિઝાઈનર યુવતી અને તેના મિત્રને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. બન્ને પક્ષકારને પોલીસ સ્ટેશન લઈ જવાતી વખતે ફેશન ડિઝાઈનર યુવતીએ તમાશો ઉભો કર્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

આજે આ ઈવેન્ટ્સ પર રહેશે નજર
- ગુજરાતના 6 મોટા શહેરોમાં લોકલ બોડી ઈલેક્શનની મત ગણતરી થશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર સામેલ છે.
- કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહેલા કિસાન પાઘડી સંભાળવાનો દિવસ મનાવશે. 23થી 27 ફેબ્રુઆરી સુધી દરરોજ એક ખાસ દિવસ મનાવવામાં આવશે.
- કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી મથુરાના પાલીખેડમાં કિસાન પંચાયતમાં સામેલ થશે. આ વિસ્તારમાં જાટ સમુદાયની વિશેષ અસર માનવામાં આવે છે.
- વડાપ્રધાન મોદી IIT ખડગપુરના દીક્ષાંત સમારંભમાં સંબોધન કરશે. તેઓ શ્યામાપ્રસાદ મુખર્જી આર્યુવિજ્ઞાન તેમજ શોધ સંસ્થાનનું ઉદ્ઘાટન પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો