તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રોકર ગુમ કેસ:અશેષ વિરુદ્ધ પોલીસ સરકાર તરફી ફરિયાદી બની ઠગાઈનો ગુનો નોંધશે

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેટેલાઈટના એસ્ટેટ બ્રોકર અશેષનો 23 દિવસ પછી પણ કોઈ પત્તો ન મળ્યો
  • અશેષે જેમના પૈસાનો ફાંદો કર્યો તે તમામ લોકોની પોલીસે યાદી તૈયાર કરી

લોકોના કરોડો રૂપિયાનો ફાંદો કરીને ભાગી ગયેલા એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલની 23 દિવસ પછી પણ કોઈ ભાળ મળી નથી. આટલું જ નહીં અશેષ જે પણ લોકોના પૈસા લઈને ભાગી ગયો છે, તેમાંથી એક પણ વ્યક્તિ પોલીસ પાસે આવી નથી, પરંતુ અશેષ જેટલા પણ લોકોના પૈસા લઈને ગયો છે તે તમામ લોકોની યાદી પોલીસે તૈયાર કરી છે. જેમાં ભોગ બનનારનું નામ, અશેષને આપેલા પૈસા સહિતની વિગતો છે. જેના આધારે પોલીસ ગમે તે ઘડીએ સરકાર તરફી અશેષ અગ્રવાલ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધશે.

સેટેલાઈટ અસાવરી ટાવરમાં રહેતા એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલનો 23 દિવસ પછી પણ કોઈ જ પત્તો લાગ્યો નથી. જેથી એક બાજુ પોલીસની જુદી જુદી ટીમો હજુ પણ અશેષને શોધી રહી છે. જ્યારે અશેષ ફલેટ-દુકાન અને ઓફિસના બુકિંગ પેટે લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને ફરાર થઈ ગયો છે.

અશેષ વિરુદ્ધ પોલીસને હજુ સુધી એક પણ ભોગ બનનારે ફરિયાદ, અરજી કે રજૂઆત કરી નથી. જ્યારે બોપલ પોલીસ સ્ટેશનમાં આશિષ પટેલે અશેષ અગ્રવાલ વિરુદ્ધ પૈસાની છેતરપિંડીની અરજી કરી હતી. જે એક જ અઠવાડિયામાં તેણે પાછી ખેંચી લીધી હતી. જેથી અશેષે જે પણ લોકોના પૈસા લઈને ગયો છે તે તમામ લોકોની નામ-સરનામા-કઈ સ્કીમમાં ફલેટ-ઓફિસ-દુકાન બુક કરાવી હતી. તેમજ બુકિંગ પેટે અશેષને કેટલા પૈસા આપ્યા હતા તે સહિતની તમામ માહિતી પોલીસે એકત્રિત કરી લીધી છે. જેના આધારે હાલમાં ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે. જેના અંતમાં પોલીસ સરકારી તરફી અશેષ અગ્રવાલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.

સેટલમેન્ટ થતા એક પણ વ્યક્તિએ ફરિયાદ ન કરી
જ્યારે બીજી બાજુ અશેષના મળતિયાઓએ ભોગ બનનારા લોકો સાથે બંધ બારણે પૈસાનું સેટલમેન્ટ કરવાનું શરૂ કરી દીધુ છે. ભોગ બનનારા તમામ લોકો સાથે પૈસાનું સેટલમેન્ટ થઇ ગયા બાદ અશેષને ગમે ત્યારે હાજર કરવામાં આવે તેવી યોજના હતી. જેના કારણે ભોગ બનનાર લોકોને પૈસા મળી જાય અને અશેષ પણ હેમખેમ ઘરે પાછો આવી જાય. પરંતુ અશેષ અને તેના મળતિયાઓની આ યોજના ઉપર પોલીસે ઠંડુ પાળી ફેરવી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...