તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાબ્બાશ અમદાવાદીઓ:પોલીસ પોતે જ કહે છે, ‘આ વખતે શહેરીજનોએ કર્ફ્યૂનો ચુસ્ત અમલ કર્યો, અમારે ડંડાવાળી નથી કરવી પડી એનો આનંદ છે’

અમદાવાદ2 મહિનો પહેલા
શિવરંજની સર્કલ પાસેથી પસાર થતા લોકોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. - Divya Bhaskar
શિવરંજની સર્કલ પાસેથી પસાર થતા લોકોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
  • માર્ચમાં લોકડાઉન વેળાએ કર્ફ્યૂના અમલમાં પડેલી તકલીફો-ઘર્ષણની ઘટનાઓનું આજે પુનરાવર્તન ન થયું, લોકો સ્વયંભૂ ઘરમાં જ રહ્યા
  • અમદાવાદમાં કર્ફ્યૂના અમલની સ્થિતિના અમલ વિશે DivyaBhaskarની ટીમનો ગ્રાઉન્ડ રિપોર્ટ, પેટ્રોલ પંપો પર પણ કર્મચારીઓ નવરાધૂપ

અમદાવાદીઓએ મે મહિના બાદ આજે પહેલી વાર કર્ફ્યૂ જોયો અને એ પણ જડબેસલાક કર્ફ્યૂ. અમારી DivyaBhaskarની ટીમે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જઈને કર્ફ્યૂની શી સ્થિતિ છે અને નાછૂટકે બહાર નીકળતા લોકો અને બંદોબસ્તમાં રહેલી પોલીસના કેવા અનુભવો થાય છે એનો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો. બપોર સુધીના સમયગાળામાં શહેરમાં કર્ફ્યૂનો ચુસ્ત અમલ જોવા મળ્યો અને લોકોએ પણ સારોએવો સપોર્ટ આપ્યો. ખુદ પોલીસનું માનવું છે કે માર્ચ મહિનામાં પહેલા લોકડાઉન વખતે કર્ફ્યૂનો અમલ કરાવવામાં તેમને જે તકલીફ પડી હતી અને લોકો સાથે જે ઘર્ષણ થતું હતું તેવું આ વખતે બિલકુલ નથી. અમદાવાદીઓ પણ કોરોનાની ગંભીરતાને હવે સારી રીતે સમજી ગયા છે અને આ વખતે અમારે પણ ડંડાવાળી કરવી નથી પડી એ વાતનો અમને આનંદ છે, એવી વિવિધ સ્થળોએ તહેનાત પોલીસ જવાનો તથા અધિકારીઓની લાગણી હતી

.

પબ્લિક સમજી ગઈ છે કે આ કર્ફ્યૂનો અમલ કરીને કોરોનાને હરાવવાનો છે
એસજી હાઈવે, શ્યામલ ચાર રસ્તા, પ્રહલાદનગર, બોડકદેવ, હિંમતલાલ પાર્ક, નેહરુનગર, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં DivyaBhaskarની ટીમે બંદોબસ્તમાં તહેનાત પોલીસ જવાનો સાથે વાત કરી હતી. પોલીસ જવાનો તથા અધિકારીઓએ એકમતે જણાવ્યું હતું કે આ વખતે કર્ફ્યૂના અમલમાં પબ્લિકનો રિસ્પોન્સ ખરેખર સરાહનીય છે. કામ વિના લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી. આ કારણે અમારે પણ શિસ્તનાં પગલાંરૂપે કડક કાર્યવાહી કરવાની જરૂર જ નથી રહી. આમેય લોકો નિયમનું પાલન કરે તો પોલીસે કડકાઈ દાખવવાની ક્યાં જરૂર જ છે. ઊલટાનું પોલીસ વધુ માનવીય અભિગમ દાખવીને લોકોને મદદરૂપ થઈ રહી છે.

હજી 30 નવેમ્બર સુધી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ રહે એ જરૂરીઃ પોલીસ
DivyaBhaskarની ટીમ સાથે વાતચીતમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિ ખરેખર વકરી છે. કર્ફ્યૂ કે રાત્રિ કર્ફ્યૂ ક્યાં સુધી લગાવવો એ તો સરકારનો નિર્ણય છે, પરંતુ અંગત રીતે માનીએ તો હજી 30 નવેમ્બર સુધી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ રહે એ જરૂરી છે. હજી નાઈટ લાઈફને માણવા જેવી સ્થિતિ આપણે ત્યાં આવી નથી. બે દિવસ કર્ફ્યૂ કે રાત્રિ કર્ફ્યૂનો અમલ કરીને પછી બધું ખોલી દઈશું તો સ્થિતિ એમની એમ થઈ જશે. આ સંજોગોમાં ઓછામાં ઓછા 10 દિવસ તો રાત્રિ કર્ફ્યૂ રાખવો જ જોઈએ.

સામાન્ય દિવસે ધમધમતા પેટ્રોલપંપ પર કર્મચારીઓ નવરાધૂપ
આનંદનગર પાસે આવેલા ઈન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ ખાતે સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા શેખ મોહંમદ સલીમે DivyaBhaskarને જણાવ્યું હતું કે પહેલી વાર માર્ચમાં જનતા કર્ફ્યૂ વખતે જેવો માહોલ હતો એવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં તો અત્યારે ભારે ગીર્દી હોય છે. દિવાળીના દિવસોમાં તો અહીં ખૂબ ભીડ રહેતી હતી અને ડિસ્ટન્સિંગ સાથે મેનેજ કરવું અમારા માટે અઘરું બની ગયું હતું. ટ્રાન્સપોર્ટેશન ચાલુ હતું અને બહારગામ જવા લોકો પેટ્રોલ ભરાવતા હતા. આ જોતાં અત્યારે કર્ફ્યૂ જરૂરી છે, કારણ કે અમદાવાદમાં કેસ સતત વધી રહ્યા છે. ગવર્નમેન્ટે જે કર્યું એ બરાબર જ કર્યું છે, નહીંતર સ્થિતિ હાથમાં ન રહે. સરકાર જે કરે છે એ જનતા માટે જ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser