આ રીતે ઉકેલાઈ અમદાવાદની મર્ડર મિસ્ટ્રી:પોલીસને લાગ્યું કે કડી મળી ગઈ, CCTV ચેક કરી આરોપીના ઘર સુધી પહોંચતા જ ફરી ફાળ પડી

અમદાવાદ18 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા પિતાએ દીકરાની હત્યા કરી શરીરના અંગો કાપ્યાની ઘટના ચર્ચામાં છે. ખૂબ ભણેલા ગણેલા અને પોતાની કારકિર્દીમાં અનેક લોકોને મૂંઝવણોમાંથી બહાર કાઢનાર સિનિયર સિટીઝન આજે તેમના પુત્રની હત્યામાં ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે. પુત્રની હત્યા બાદ આજ સુધી તેમણે આંખનું મટકું માર્યું નથી તેમની આંખમાંથી એક આંસુ પડ્યું નથી. આ સમગ્ર મર્ડર મિસ્ટ્રી કઈ રીતે ઉકેલાઈ તે માટે પોલીસે શું કર્યું કેવા સંજોગોમાં શું બન્યું તેની દિવ્યભાસ્કરે ખાસ અહેવાલ તૈયાર કર્યો છે.

આરોપીની ઉંમર વધુ હોવાથી લાશ ઉંચકી શકે તેમ નહોતા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલીકે જણાવ્યું હતું કે અમારી પાસે લાશના ટુકડા હતા પણ કશીજ ખબર ન હતી કે કોની લાશ છે અને કોણ આરોપી છે અને કેમ આ હત્યા કરવામાં આવી. પણ એટલું સ્પષ્ટ હતું કે જેની હત્યા કરવામાં આવી એ અત્યંત ચોંકાવનારી હતી. આ માટે અમે અમારી ટીમને સૂચનો આપીને હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વેલન્સ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. આ દરમિયાન PI સંજય દેસાઈ અને તેમની ટીમને કડી મળી હતી.આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે નિલેશ જોશીએ તેમના દીકરાની હત્યા કરીને ટુકડા કરીને રાખ્યા હતા. તેમની વધુ ઉંમરને કારણે એક લાશ ઉંચકીને જવું અશક્ય હતું. જેથી તેમણે લાશના ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ નાખ્યા હતાં.

પોલીસેને અલગ અલગ જગ્ચાએથી લાશના ટુકડા મળ્યા
પોલીસને પણ અલગ અલગ જગ્યાએથી લાશના ટુકડા મળ્યા પણ કોઈ કડી મળી નહીં. એક દિવસ CCTV સર્વેલન્સ દરમિયાન એક્ટીવાનો નંબર મળ્યો. હવે આ એક્ટીવા કોનું હતું તે શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આ એક્ટીવા ચાર જેટલા વ્યક્તિઓને વેચવામાં આવી હતી. જેમાં છેલ્લે ખરીદનાર નિલેશ જોશી હતા.પોલીસ જ્યારે તેમના ઘર પર પહોંચી ત્યારે ઘરને તાળું મારેલું હતું. નિલેશ જોશીના સ્વજનો પણ તેમની નજીકમાં જ રહેતા હતાં. તેમણે પોલીસને બહુ ખાસ માહિતી આપી નહોતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ નિલેશ જોશીના ઘરમાં પહોંચી અને જોયું તો ઘરમાં બધું વેરવિખર પડ્યું હતું. ઘરમાં એક જગ્યાએ તો લોહીના ડાઘ હતાં. પરંતુ નિલેશ જોશી

પણ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને મળી રહ્યાં નહોતા.

સમગ્ર કેસને ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી નાંખ્યો
અમદાવાદ પોલીસને જ્યારે નિલેશ જોશી મળ્ચાં ત્યારે તેમણે આખી વાત જણાવી તેમની વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ. ક્રાઈમ બ્રાન્ચના બે પોલીસ ઇન્સ્પેક્ટર સંજય દેસાઈ અને નિખિલ બ્રહ્મભટ્ટ જયપુર અને ત્યાંથી શ્રી ગંગાનગર પહોંચ્યા. ત્યાંથી તેઓ નિલેશ જોશીને ફ્લાઈટમાં અમદાવાદ લઈ આવ્યાં. રસ્તામાં તેમણે તેમના દીકરાની હત્યા કરી હોવાનું કબૂલ્યુ તેમજ તેમને જરા પણ અફસોસ ન હતો.

તેમનો દીકરો સ્વયં તેને રોજ પરેશાન કરતો હતો. હાલ નિલેશ જોશી ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાંથી વાસણા પોલીસને સોંપવામાં આવ્યા છે. અત્યંત હેરાન કરી દેનારા આ કેસને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...