ભૂલકાંઓ માટે રસી:નાના બાળકોને ન્યુમોનિયાથી રક્ષણ આપતી ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન AMCના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર મળી રહેશે

અમદાવાદએક મહિનો પહેલા
અમદાવાદના હેલ્થ સેન્ટરો પર રસી વિનામૂલ્યે મળશે
  • અમરાઈવાડી અર્બન હેલ્થ સેન્ટર પરથી ધારાસભ્ય જગદીશ પટેલ, મેયર સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં શરૂઆત
  • 3 હજારથી 4500ની રસી ભૂલકાઓ માટે સરકાર ફ્રીમાં આપશે

રાજ્યમાં નવજાત બાળકોને ન્યૂમોનિયાના તાવ સામે રક્ષણ આપવા માટે બાળકો માટે ખાસ રસી તૈયાર કરાઇ છે. આજથી રાજયમાં ન્યુમોકોકલ કોંજુગેટ વેકસીન બાળકોને સુરક્ષા કવચ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા PCV વેક્સિનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ દરેક અર્બન હેલ્થ સેન્ટર પર આ રસી ઉપલબ્ધ કરાઈ છે. આજે સાંજે અમરાઈવાડી અર્બન હેલ્થ સેન્ટર પર આજથી બાળકોને આ રસી આપવાની શરૂઆત કરાઈ હતી. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ,આરોગ્ય કેન્દ્ર, પેટા કેન્દ્રો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પરથી વિનામૂલ્યે અપાશે.

તમામ રસીકરણ કેન્દ્રોમાં વિનામૂલ્યે ઉપલબ્ધ થશે.
અમરાઇવાડીના ધારાસભ્ય જગદીશ પટેલ, મેયર કિરીટ પરમાર, ભાજપ પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટિના ચેરમેન ભરત પટેલ, ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જર, અમરાઇવાડી વોર્ડના કોર્પોરેટર પ્રતિભા દુબે સહિત હેલ્થ ઓફિસર આ વેક્સિનેશન સમયે હાજર રહ્યાં હતા. રૂ. 3 હજારથી 4500ની કિંમતે મળતી વેકસીન હવે તમામ રસીકરણ કેન્દ્રોમાં વિનામૂલ્યે ઉપલબ્ધ થશે.

અમરાઇવાડી વોર્ડના કોર્પોરેટર પ્રતિભા દુબે સહિત હેલ્થ ઓફિસર આ વેક્સિનેશન સમયે હાજર રહ્યાં હતા
અમરાઇવાડી વોર્ડના કોર્પોરેટર પ્રતિભા દુબે સહિત હેલ્થ ઓફિસર આ વેક્સિનેશન સમયે હાજર રહ્યાં હતા

બાળકોને રસીના 26 લાખ ડોઝ વિનામૂલ્યે અપાશે
રાજ્યમાં વર્ષે અંદાજીત 12 લાખ બાળકોને રસીના 26 લાખ ડોઝ વિનામૂલ્યે આપવાનું રાજ્ય સરકાર દ્વારા લક્ષ્યાંક રખાયું છે. ન્યુમોનિયા તાવથી રક્ષણ આપતી આ રસી બાળકને જન્મના 6 અઠવાડીયે પહેલો ડોઝ , 14 અઠવાડીયે બીજો ડોઝ અને 9 મહિના બાદ ત્રીજો-બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. PCVનું રસીકરણ બાળકોમાં ન્યુમોકોકલ રોગના કારણે થતા રોગો અને મૃત્યુને અટકાવે છે. બે વર્ષથી નાનાં બાળકોમાં આ રોગોનું ગંભીર જોખમ રહે છે તેમ પણ સૌથી વધારે જોખમ એક વર્ષથી નાનાં બાળકોમાં હોય છે. PCV રસીકરણ ન કેવળ શિશુની રક્ષા કરશે પરંતુ બાળકમાં ન્યુમોકોકલ રોગના જોખમને પણ ઘટાડશે.