તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:કોરોનામાં સિવિલ હોસ્પિટલમાં લોકોની વ્યથા, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ટેમ્પામાં લાવવાની ફરજ પડી, 42 ડિગ્રીમાં સ્વજનો ડેડબોડી રૂમ બહાર સેકાયાં

અમદાવાદ10 દિવસ પહેલા
  • ડેડબોડી રૂમની બહાર એમ્બ્યુલન્સ આવે અને બાદમાં તેમના સ્વજનની બોડી મળે તેના માટે વેઈટીંગ
  • વૃદ્ધા નદીમાં પડી મૃત્યુ પામ્યા હતા જેમના પોસ્ટમોર્ટમ માટે લાશ ટેમ્પામાં લાવી પડી

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ ભયાવહ બની ગઈ છે. અમદાવાદ, સુરત સહિત અન્ય શહેરોમાં કોરોનાના કેસો સાથે હવે મૃત્યુની સંખ્યામાં ઉત્તરોતર વધી રહી છે અને ડેડબોડી લેવા માટે સ્વજનોએ રાહ જોવી પડે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દરરોજ 10થી વધુ મોત થઈ રહ્યા છે ત્યારે દિવ્યભાસ્કરની ટીમે આજે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ડેડબોડી રૂમ બહારનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. ડેડબોડી રૂમની બહાર બે દિવસ પહેલા કરતાં વધુ ભયાવહ સ્થિતિ હવે જોવા મળી રહી છે. કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓના સ્વજનોએ ડેડબોડી લેવા માટે 42 ડિગ્રીમાં ડેડબોડી રૂમની બહાર બેસવાનો વારો આવ્યો છે. એમ્બ્યુલન્સ એક જાય પછી બીજી આવે ત્યાં સુધી મૃતદેહ લઈ જવાની રાહ જોવી પડે છે. એમ્બ્યુલન્સ લેવા માટે વેઈટીંગ હોવાથી અસારવા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે એક મૃતદેહને ટેમ્પામાં લાવવાની ફરજ પડી હતી.

હવે મૃતદેહ લઈ જવા માટે પણ વેઈટીંગ
ડેડબોડી રૂમની બહાર બેથી ત્રણ મૃતકોના સ્વજનો તેમના સ્વજનના મૃતદેહને લેવા માટે 2.30 વાગ્યાની આસપાસ પણ લોકો તડકામાં રાહ જોઇને બેઠા હતા. બપોરે પણ મૃતદેહને લેવા માટે વેઈટીંગ હતું. હવે તો મૃતદેહ લઈ જવા માટે પણ એમ્બ્યુલન્સ પણ ખૂટી પડી છે. કોરોનાના કેસોમાં દર્દીઓને દાખલ કરવા માટે એમ્બ્યુલન્સ ફરી રહી છે સાથે હવે મૃતદેહ લઈ જવા પણ રાહ જોવી પડે છે જે અમદાવાદમાં ગંભીર પરિસ્થિતિ હોવાનું જણાય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે વૃદ્ધાના મૃતદેહને ટેમ્પામાં લાવવાની ફરજ પડી હતી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે વૃદ્ધાના મૃતદેહને ટેમ્પામાં લાવવાની ફરજ પડી હતી

વૃદ્ધાના મૃતદેહને ટેમ્પામાં લાવવાની ફરજ પડી
શહેરની ખાનગી અને સરકારી એમ્બ્યુલન્સ હવે મળી રહી નથી. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે વૃદ્ધાના મૃતદેહને ટેમ્પામાં લાવવાની ફરજ પડી હતી. સરકારી કે ખાનગી એમ્બ્યુલન્સ મળતી ન હતી અને વેઈટીંગમાં હોવાનાં કારણે ટેમ્પામાં લાવવામાં આવ્યા હતા. વૃદ્ધાએ નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી હતી અને સાંજ સુધીમાં અંતિમ સંસ્કાર કરવાનો હોય તેમનું પોસ્ટમોર્ટમ કરવું પડે તેમ હતું. એમ્બ્યુલન્સમાં ફોન કરતા તેઓએ વેઇટીંગમાં હોવાનું કહ્યું હતું જેથી ટેમ્પામાં મૃતદેહ લાવવાની ફરજ પડી હતી.

15થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં
​​​​​​​
અમદાવાદમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં 15થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં હોય એવાં દૃશ્યો દેખાઈ રહ્યાં છે. ભયાવહ સ્થિતિ એવી છે કે દર્દીઓ એમ્બ્યુલન્સમાંથી બહાર ઊતરે ત્યારે કયો બેડ આપવો એ માટે હોસ્પિટલ તંત્ર ચિંતામાં છે.

રાજ્યની સૌથી મોટી કોરોના 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ રિપોર્ટ
રાજ્યની સૌથી મોટી કોરોના 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ રિપોર્ટ

એક એમ્બ્યુલન્સ બહાર જાય અને બીજી તૈયાર
દિવ્યભાસ્કર દ્વારા બે દિવસ પહેલાં રાજ્યની સૌથી મોટી કોરોના 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક દિવસમાં 12 કલાકમાં જ 17 ડેડબોડી બહાર નીકળી હતી. આ સમયે મૃતકોનાં સ્વજનો કહેતાં હતાં કે હજી રાત્રે તો દર્દી સાથે વાત થઈ છે અને સવારે અમને ફોન આવ્યો કે તમારા સ્વજનનું મોત થયું છે. બીજી તરફ, ડેડબોડી નિકાલ કરવાના સમયે એક એમ્બ્યુલન્સ બહાર જાય અને બીજી તૈયાર હતી. આ દૃશ્ય ભયાનકતાની ચાડી ખાતું હતું. એની સાથે સાથે ત્યાં દર્દીનાં સ્વજનો પહેરેલાં માસ્ક અને ગ્લવ્ઝ પણ ફેંકી દેતાં નજરે ચડ્યાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો