તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ:ચાર માળ સુધીના ફ્લેટનો પ્લાન હવે 24 કલાકમાં જ પાસ થશે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • મુખ્યમંત્રીએ ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ શરૂ કરી, પ્લાન પાસ કરાવવામાં થતો ભ્રષ્ટાચાર બંધ થશે
 • માર્જિન, પાર્કિંગ, હાઇટ, એફએસઆઈ સહિતના 15 બાબતોના પુરાવા રજૂ કરવા પડશે

રાજ્યમાં હવે 15 મીટર (4 માળ) સુધીની ઉંચાઈવાળા લો રાઈઝ બિલ્ડિંંગના પ્લાન ઓનલાઈન જ પાસ કરવામાં આવશે. આ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન, બાંધકામ પરવાનગી સિસ્ટમ 2.0નો ગુરુવારે પ્રારંભ કરાવ્યો છે. જેમાં હવે 24 કલાકમાં જ પ્લાન પાસ કર્યાની ઓનલાઈન મંજૂરી મળી જશે. પ્લાન પાસ કરવા માર્જિન એરિયા, પાર્કિંગ, બિલ્ડિંગની હાઇટ, એફએસઆઈ સહિતની 15 બાબતોના દસ્તાવેજોના આધારે જ પ્લાન પાસ કરી દેવાશે. જોકે, 15 માળથી વધુની હાઈટવાળા બિલ્ડિંગ માટે ઓનલાઇન અને ઓફલાઈન બન્ને પ્રક્રિયા હાલ ચાલુ રહેશે પણ ભવિષ્યમાં ઊંચાઈવાળી બિલ્ડિંગો માટે પણ આ જ વ્યવસ્થા લાગુ કરાશે.

ઓનલાઈન સિસ્ટમના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, પ્લાન પાસ માટે અત્યારસુધી લોકોએ ટેબલે ટેબલે જવું પડતું હતું અને ઘણાં ધક્કા ખાય ત્યારે કામ થતું હતું. માત્ર એક ટકા લોકો જ ખોટું કરે છે જ્યારે બાકીના 99 ટકા લોકો ઈમાનદાર છે જે હંમેશાં સારી વ્યવસ્થા જ ઈચ્છે છે તેમને તકલીફ ના પડે તેવી સરકારની પ્રતિબદ્ધતા છે.

24 કલાકમાં જ પ્લાન પાસ સાથે બાંધકામની રજાચિઠ્ઠી મળી જવાના કારણે જે તે અરજદાર ડેવલપમેન્ટ ચાર્જ ભરીને પોતાનું બાંધકામ શરૂ કરી શકે છે. મહદ અંશે ટેનામેન્ટ, બંગ્લોઝની સ્કીમ અને ચાર માળની હાઈટના ફલેટ બનાવનારા લોકોને આ ઓનલાઇન સિસ્ટમનો ઘણો ફાયદો થશે. જો કે, રાજ્યના રિયલ એસ્ટેટમાં 30 ટકાનો બિઝનેસ આ પ્રકારે પર્સન્લાઈઝ છે, પરંતુ તેના કારણે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા તમામ લોકોને ફાયદો થશે.

ઓનલાઇન પ્લાન પાસ માટે આ 15 પેરામીટર્સની માહિતી આપવી પડશે
1) માર્જિન
2) પાર્કિગ
3) હાઇટ ઓફ બિલ્ડિંગ
4) લિફ્ટ એન્ડ એલિવેટર
5) એફએસઆઇ
6) સ્ટેરકેસ
7) ગ્રાઉન્ડ કવરેજ
8) કોમન પ્લોટ
9) એક્સેસ રોડ- એપ્રોચ રોડ
10) ઓપન ટુ સ્કાય
11) સેટ બેક
12) ઝોન - રોડની પહોળાઇ મુજબ મંજૂરી
13) ફ્લોરની હાઇટ
14) ઇન્ટરનલ રોડ
15) ફાયર રેગ્યુલેશન

15 મીટર સુધીની હાઇટવાળા બાંધકામ માટે નક્કી કરેલા 15 પેરામીટર્સ ઉપરાંત કોઈ બાબતની ત્રુટિ જણાય તો તેને પણ નજરઅંદાજ કરીને 24 કલાકમાં પ્લાન પાસ કરી દેવામાં આવશે.

આર્કિટેક્ટ- એન્જિનિયર ખોટી માહિતી આપશે તો લાયસન્સ રદ્દ કરવા સુધીના પગલાં
ઓનલાઇન સિસ્ટમમાં પ્લાન તૈયાર કરનાર આર્કિટેક્ટ- એન્જિનિયર દ્વારા પ્રવર્તમાન નિયમો અને જીડીસીઆરને અનુરૂપ પ્લાન તૈયાર કરાયો હોવાની બાંહેધરી આપવાની રહેશે. જો તેમાં ખોટી બાંહેધરી અથવા નિયમોનું મિસ ઇન્ટરપ્રિટેશન કરાયું હોવાનું ધ્યાને આવશે તો આવા એન્જિનિયર- આર્કિટેક્ટ સામે કાયદાકીય કાર્યવાહી કરવા ઉપરાંત લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.

અઢી મહિના સુધી ખાવા પડતા ધક્કા બંધ થશે
ક્રેડાઈના પ્રમુખ આશિષ પટેલે જણાવ્યું હતું કે, ચાર માળના ફલેટ, બંગલાની સ્કીમ, ટેનામેન્ટ, જૂનાં મકાનો જે તોડીને રિનોવેશન કરવાનું હતુ તેવા વ્યકિતગત દરેક અરજદારોને હવે પ્લાન પાસ માટે જે ધક્કાં ખાવા પડતા હતા તે બંધ થઈ જશે. અને 24 કલાકમાં જ પ્લાન પાસ થઈ જવાના કારણે નાણાં પણ બચી શકશે. 9 મીટરના રોડ પર 15 મીટરની હાઈટવાળા ફલેટ બનાવનારા બિલ્ડરોને પણ ફાયદો થશે..

સ્થળ તપાસમાં ફેરફાર જણાશે તો મંજૂરી રદ
ઓનલાઇનની સમગ્ર સિસ્ટમ માટે ત્રણ તબક્કા નિયત કરવામાં આવ્યા છે. સાથેસાથે મંજૂરીના 3થી 10 દિવસમાં અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવાની રહેશે. જો સ્થળ ઉપર નકશા મુજબ કે જીડીસીઆરની જોગવાઇ મુજબનું બાંધકામ નહીં હોય તો મંજૂરી રદ કરવામાં આવશે. તમામ તબક્કા મળીને કુલ 28 દિવસ દરમિયાન ડોક્યુમેન્ટ, સ્થળ ચકાસણી સહિતની પ્રક્રિયા પૂર્ણ કરીને અરજી મંજૂર કે નામંજૂર કરવાનો નિર્ણય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો