ગંદકી:વટવામાં જ્યાં લોકો છઠ પૂજા કરે છે તે સ્થળ બન્યું ગંદકીનું સામ્રાજ્ય

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વટવામાં જે સ્થળ પર છઠ પુજા કરવામાં આવે છે ત્યાં વરસાદી પાણી એટલંુ ભરાઇ ગયંુ છે કે પહેલી નજરે તે કોઈ તળાવ હોય તેમ જ લાગે છે. તેમજ આ સ્થળે ગંદકીનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે. જ્યાં પાણી ભરાયું છે તેની વચ્ચે છઠ પુજા કરવા માટેનાં પવિત્ર સ્થાન પણ બનાવવામાં આવ્યું છે જે ગંદા પાણીમાં ડૂબી ગયું છે. જેની આસપાસ લોકોએ ઠાલવેલો કચરો પણ જોવા મળે છે.

જો પૂર્વ ગૃહમંત્રીના ગઢ ગણાતા વટવા વોર્ડમાં જ આવા પવિત્ર સ્થાનની આવી સ્થિતિ હોય તો બીજા વિસ્તારોની પરિસ્થિતિ કેવી હશે તે વિચારવંુ રહ્યું. આ સ્થળની સ્વચ્છતાને લઈને તંત્ર બેદરકાર બન્યુ હોય તેમ લાગે છે. તંત્ર દ્વારા આ સ્થળ પાસે કચરો એકત્ર કરવા માટે કચરાપેટી પણ મુકવામાં આવી છે પણ તે ભરાઈ જતા બધો કચરો બહાર પડે છે તેમ છતાં તેની સાફસફાઈ કરવાની જહેમત ઉઠાવવામાં નથી આવતી. તંત્ર તો ઠીક પણ જે લોકો આ સ્થળે છઠ પૂજા કરવા આવે છે તેઓ જ અહીં કચરો ઠાલવે છે.

અન્ય સમાચારો પણ છે...