તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:પાલિતાણામાં શત્રુંજય તીર્થની યાત્રાનો આજથી પ્રારંભ થશે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૈન ભાવિકો સોમવારથી શાશ્વત તીર્થ શત્રુંજય તીર્થની પાલિતાણામાં યાત્રાનો પ્રારંભ કરશે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ફક્ત આદિશ્વર ભગવાનનાં દર્શન કરી શકાશે, જ્યારે પ્રક્ષાલ, પૂજા તથા ચૈત્યવંદન હાલ પૂરતા માંગલિક રાખવાનો નિર્ણય કરાયો છે.

પૂ. નયશેખરવિજયજી મ.સા.એ જણાવ્યું કે સામાન્ય સંજોગોમાં વિશ્વભરના જૈનસંઘોમાં શત્રુંજય મહાતીર્થનો પટ્ટ પોતાના સંઘમાં બાંધીને જૈનો સામૂહિક ભાવયાત્રા કરતા હોય છે, પરંતુ કોરોનાને કારણે ભાવિકો પોતાના ઘરે શત્રુંજય તીર્થની પ્રતિકૃતિ સામે તીર્થની ભાવયાત્રા કરશે. આજે જૈન સાધુ-સાધ્વી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તન થશે. આજથી તેઓના વિહાર પણ શરૂ થશે.

કાર્તિક પૂર્ણિમા કલિકાલસર્વજ્ઞ જૈનાચાર્ય હેમચંદ્રસૂરિશ્વરજી મ.સા.નો જન્મદિવસ પણ છે.

અન્ય સમાચારો પણ છે...