તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:6 મનપાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે, ભાજપના MLA મધુ શ્રીવાસ્તવની મીડિયાકર્મીને ધમકી: 'હવે પૂછીશ તો તને પતાવી દઈશ, માણસને કહી ઠોકાવી દઈશ'

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર!

પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા ભાજપના પાર્લમેન્ટરી બોર્ડની બેઠકનો ત્રીજો દિવસ. રાજ્યભરમાં આજથી ઠંડીમાં ઘટાડો થશે, લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ51,348.77+617.14
ડોલરરૂ.72.96+0.03
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ49,200-100

આ 4 ઘટના પર રહેશે નજર
1) 6 મનપાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ, ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
2) પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા ભાજપના પાર્લમેન્ટરી બોર્ડની બેઠકનો ત્રીજો દિવસ.
3) રાજ્યભરમાં આજથી ઠંડીમાં ઘટાડો થશે, લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે.
4) સુરતમાં પાણીની લાઈન રિપેરિંગની કામગીરીને પગલે વરાછા અને સેન્ટ્રલ ઝોનમાં પાણીકાપ, 7 લાખ લોકોને અસર થશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) ‘શિસ્તબદ્ધ અને સંસ્કારી’ હોવાનો દાવો કરતા ભાજપના MLAનું આ છે ખરું ચરિત્રઃ મીડિયા કર્મીને કહ્યું 'પતાવી દઈશ...'
વડોદરામાં ભાજપ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવને 3 સંતાન હોવાના આક્ષેપ સાથે ઉમેદવારી ફોર્મ રદ કરવાની માગ ઊઠતાં વિવાદ થયો હતો. આ મામલે મીડિયાકર્મીઓએ ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પૂછતાં તેઓ ગુંડાગીરી પર ઊતરી આવ્યા હતા અને તેને ધમકી આપતાં કહ્યું હતું કે 'હવે પૂછીશ તો તને પતાવી દઈશ, અહીં માણસને કહીને ઠોકાવી દઈશ.
વાંચો સમાચાર વિગતવાર

2) સુરતમાં સગીરા ગર્ભવતી થઈ, દુષ્કર્મ કેસમાં એક પછી એક ત્રણ પ્રેમીની ધરપકડ, ચોથાની શોધખોળ
સુરતમાં એક વિચિત્ર અને ચર્ચાસ્પદ કિસ્સો ચર્ચાના ચકડોળે ચડ્યો છે. કતારગામની ધોરણ 10ની વિદ્યાર્થિની ગર્ભવતી હોવાનું સામે આવ્યા બાદ પોલીસે સગીરા પર દુષ્કર્મ કેસમાં એક પછી એક ત્રણ પ્રેમીની ધરપકડ કરી છે, જ્યારે ચોથા પ્રેમીની શોધખોળ કરી રહી છે. સગીરાનું તેના ચાર પ્રેમીઓએ શોષણ કર્યું હોવાનું જણાવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
વાંચો સમાચાર વિગતવાર

3) ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું, બહેરામપુરામાં ટિકિટ ફાળવણીને લઈ નારાજ, રાજીનામાનો અસ્વીકાર
અમદાવાદના બહેરામપુરામાં ટિકિટ ફાળવણીને લઈ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નારાજ થયા છે, જેને પગલે ખેડાવાલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

4) પાસે કહ્યું હતું કોંગ્રેસના પાટીદાર ઉમેદવારો ફોર્મ પાછાં ખેંચે, એકેય પાટીદાર ઉમેદવારે ફોર્મ પાછું ન ખેંચ્યું
સુરત મનપા ચૂંટણીમાં કોંગ્રેસ અને પાસ વચ્ચે વધતા ગજગ્રાહથી રાજકીય ગરમાવો આવી ગયો છે. પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ ફોર્મ ન ભરીને કોંગ્રેસ પર તેમનું વચન ન પૂરું કર્યાના આક્ષેપ કર્યા હતા. બાદમાં પાસ દ્વારા જાહેરાત કરવામાં આવી કે બે દિવસમાં કોંગ્રેસના પાટીદાર ઉમેદવારો પણ ફોર્મ પાછાં ખેંચી લે. જો ફોર્મ પાછાં નહિ ખેંચે તો તેમનો વિરોધ કરવામાં આવશે. જોકે કોઈપણ પાટીદાર કોંગ્રેસી ઉમેદવારોએ ફોર્મ પરત લીધા નથી.
વાંચો સમાચાર વિગતવાર

5) અમદાવાદ અને રાજકોટમાં કોંગ્રેસના બે-બે ઉમેદવારનાં ફોર્મ રદ, એકમાં ટેકેદારની સહી જ નહોતી
રાજ્યની 6 મહાનગરપાલિકાની 21મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીના ઉમેદવારી ફોર્મની આજે ચકાસણી કરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઘણા ઉમેદવારોનાં ફોર્મ રદ કરવામાં આવ્યાં છે, જેમાં રાજકોટમાં કોંગ્રેસના બે અને અમદાવાદમાં કોંગ્રેસના બે ઉમેદવારનાં ફોર્મ રદ કરવામાં આવ્યાં છે.
વાંચો સમાચાર વિગતવાર

આજે આ ઈવેન્ટ્સ પર રહેશે નજર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો