તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસનું 'કવિ' હૃદય:100થી વધુ કવિતાઓ લખનારા અમદાવાદના આ PI પોલીસમાં 'રાજવી'ના ઉપનામથી જાણીતા, કવિ સંમેલનમાં પણ ભાગ લઈ ચૂક્યા છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ ઈન્સ્પેક્ટર જયદિપસિંહ રાઠોડ - Divya Bhaskar
પોલીસ ઈન્સ્પેક્ટર જયદિપસિંહ રાઠોડ
  • પોલીસ તરીકે કડક પણ કવિ હૃદય ધરાવતા PI જયદિપસિંહ રાઠોડ IPS અધિકારીઓમાં ફેવરિટ
  • પોલીસ ટ્રેનિંગ હોય કે કોરોના લોકડાઉનમાં પોતાની ગરીબો પ્રત્યેની લાગણીથી ખૂબ ચર્ચામાં રહ્યા

પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસને જોઈને હંમેશા સામાન્ય લોકો તેમને અલગ અને કડક સ્વભાવના સમજીને અંતર રાખતા હોય છે. પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં અનેક પોલીસ છે જે પોતાની ફરજ કડક અને ડિસીપ્લીનથી નિભાવે છે. પણ તેમનામાં પણ એક સૌમ્ય દિલ હોય છે અને હળવા મૂડમાં કવિતાઓ લખે છે. જેને પોતાની પ્રતિભાના કારણે આખા પોલીસબેડામાં અને સામાન્ય લોકો પણ ખૂબ આવકારે છે. રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઈ પોતે સંવેદનશીલ વિસ્તારમાં કડક કામગીરી કરે છે જ્યારે હળવા મૂડમાં કવિતાઓ પણ લખે છે.

પોલીસકર્મી બન્યા કવિ
પોલીસનું નામ પડતાની સાથે જ લોકોના મનમાં ભ્રષ્ટાચાર અને નેગેટિવ વ્યક્તિત્વ દેખાતું હોય છે. જોકે દરેક પોલીસ અધિકારી કે કર્મચારી સરખા નથી હોતા દરેકનું વ્યક્તિત્વ અલગ હોય છે. પોલીસના મોઢે કાયદાની કલમો સાંભળવા મળે છે પરંતુ અમદાવાદ શહેર પોલીસમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં સિનિયર પીઆઇ જયદિપસિંહ રાઠોડના મોઢે કવિતાઓ સાંભળવા મળે છે. પોલીસમાં તેઓ "રાજવી"ના ઉપનામે તરીકે ઓળખાય છે.

પીઆઇ જયદિપસિંહ રાઠોડની તસવીર
પીઆઇ જયદિપસિંહ રાઠોડની તસવીર

પોલીસની ટ્રેનિંગ દરમિયાન પણ કવિતાઓ લખી
પોલીસ સાથે અન્ય કવિતાઓ લખી તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેઓની કવિતાઓ પણ પુસ્તકમાં છપાઈ ચુકી છે. પીઆઇ જયદિપસિંહ રાઠોડે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોલેજમાં કવિતા લખવાનો શોખ થયો હતો પોલીસમાં ભરતી થતા કરાઈ ટ્રેનિંગ સેન્ટર ખાતે પણ ટ્રેનિંગ દરમ્યાન કવિતાઓ લખી છે. મોટાભાગની કવિતાઓ પોલીસ પર લખી ચુક્યો છું.

અત્યાર સુધીમાં 100 કવિતાઓ લખી ચૂક્યા
મૂળ સાબરકાંઠાના ઇડર પાસે આવેલા બૂઢેલી ગામના વતની જયદિપસિંહ રાઠોડ વર્ષ 2010માં PSI તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. તેઓએ MAનો અભ્યાસ કર્યો છે. કોલેજ કાળથી જ તેઓએ કવિતા લખવાની શરૂઆત કરી હતી અને આજે પોલીસ ખાતામાં ફરજની સાથે સાથે અત્યાર સુધી કુલ 100 કવિતાઓ લખી ચૂક્યા છે. ગત વર્ષે વડોદરામાં 5 કવિ સંમેલનમાં ભાગ લીધો હતો. ઉપરાંત વર્ષ 2016માં પોલીસ દ્વારા "ખાખી મનકી સંવેદનાએ" બુક પ્રસિદ્ધ થયેલ હતી. તેમાં 2 કવિતા પ્રકાશિત થઇ હતી.

જયદિપસિંહે લખેલી કવિતા
જયદિપસિંહે લખેલી કવિતા

પોલીસમાં 'રાજવી'ના ઉપનામથી ઓળખીતા
સમગ્ર ગુજરાત પોલીસમાં "રાજવી"ના ઉપનામથી ઓળખાતા જયદિપસિંહે પોલીસ ટ્રેનિંગ, પોલીસની નોકરી અને કેટલાક સંવેદનશીલ વિષયો ઉપર અત્યાર સુધી કટાર લેખન કરી ચુક્યા છે. 100 કવિતાઓ પુરી થતા તેઓ હવે બુક પબ્લિશ કરાવવા ઈચ્છે છે. સાહિત્ય ક્ષેત્ર સાથે જોડાયા છતાં ગુજરાત પોલીસમાં જોડાયેલા જયદિપસિંહ ગુજરાતી સાહિત્યથી પીછો છોડાવી શક્યા નથી. ખાખીની અંદર રહેલા એક કવિ અને સાહિત્યકારને તેમણે જીવતો રાખ્યો છે. પોલીસની નોકરીમાંથી સમય મળે તેઓ સાહિત્ય રસિકો વચ્ચે પહોંચી જતા હતા. કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથે કવિ સંમેલનમાં જવું જાણે ફેફ્સામાં શ્વાસ ભરવા જેવું કામ હતું.

2010માં પીએસઆઈની ભરતીમાં ગુજરાતમાં પ્રથમ
જયદિપસિંહ રાઠોડે એવી કવિતાઓ લખી છે કે વાંચનારા સૌ કોઈ બોલી ઉઠે છે, વાહ કવિરાજ વાહ. ગુજરાત પોલીસમાં 2010થી પીએસઆઈ તરીકે જોડાયા બાદ ટ્રેનિંગ લઈ ખેડા, આણંદ, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા શહેરમાં પીએસઆઈ તરીકે નોકરી કરી ચુક્યા છે. PI તરીકેનું પ્રમોશન મળ્યા બાદ જામનગર, અમદાવાદ શહેર(સોલા) અને હાલ રખિયાલ પોલીસ સ્ટેશનમાં સિનિયર પીઆઇ તરીકે ફરજ બજાવે છે. અંગ્રેજી વિષયમાં માસ્ટર ડિગ્રી હોવા છતાં ગુજરાતી વિષયમાં મજબૂત પકડ છે. વર્ષ 2010ની ગુજરાત પોલીસમાં પીએસઆઈ ભરતી 2010માં ગુજરાતી વિષયમાં સમગ્ર ગુજરાત માં પ્રથમ નંબર પર હતા.