ક્રાઇમ:મહિલાનું ફેક ID બનાવી ફોટો મૂકનાર પકડાયો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરદારનગર વિસ્તારમાં સગીરાને ધમકાવી નિર્વસ્ત્ર ફોટો મગાવી 15 લાખની ખંડણી માગનારા મોહંમદરૂહાન શેખ, મોહંમદ સૈફ કુરેશી અને અહાનખાન પઠાણની ધરપકડ કરી છે. અન્ય એક બનાવમાં ડેટાકાર્ડનો ડેટા ચોરી ગેમની ચિપ્સ ખરીદી છેતરપિંડી કરતી ગેંગના રિયાઝ મહિડા, રાહુલ ગોહિલ અને એક કિશોરને સાઈબર ક્રાઈમે ઝડપી લીધા હતા. 

તાંત્રિક વિદ્યાના જાણકાર હોવાનો ડોળ કરી મહિલા સાથે મિત્રતા કેળવી એકતરફી પ્રેમ કરનારા પુરુષને મહિલાએ સંબંધ રાખવાનો સ્પષ્ટ ઈન્કાર કરતા તેણે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી તેના ફોટા ફરતા કર્યા હતા. સાઈબર ક્રાઈમે આ મામલે આરોપી મુકેશ બેલદારની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...