પાણીનો વપરાશ:અમદાવાદ પશ્ચિમના લોકો માથાદીઠ સૌથી વધુ 245 લિટર પાણી વાપરે છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મ્યુનિ. પ્રત્યેક અમદાવાદીને રોજનું સરેરાશ 225 લિટર પાણી પૂરું પાડે છે
  • 218 વોટર સ્ટેશન, 135 બોરમાંથી શહેરને પાણીનો સપ્લાય થાય છે

શહેરમાં મ્યુનિ. પ્રતિદિન 1625 એમએલડી (મિલિયન લિટર પર ડે) પાણીનો જથ્થો આપે છે. સરેરાશ જોઇએ તો પ્રત્યેક અમદાવાદીને 225 લિટર પાણીનો જથ્થો અપાય છે. જોકે વ્યક્તિ દીઠ સૌથી વધુ 245 લિટર પાણી દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં અપાય છે.

218 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન મારફતે જરૂરી પાણી પૂરું પાડવામાં આવે છે. મ્યુનિ.પ્રતિ નાગરિક સરેરાશ 225 લિટર પાણીનો જથ્થો આપે છે. જોકે શહેરમાં સૌથી વધારે પાણીનો પુરવઠો ઉ.પશ્ચિમ અને દ.પશ્ચિમ ઝોનમાં વ્યક્તિ દીઠ 245 લિટર જેટલો ફાળવવામાં આ‌વે છે. મ્યુનિ. દ્વારા શહેરમાં 218 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન તેમજ 135 બોર મારફતે પાણી પૂરું પડાય છે.

ઉલ્લેખનીય છેકે, છેલ્લા કેટલાક સમયથી એવો પણ વિવાદ ચાલી રહ્યો હતો કે, શહેરમાં કેટલાક વિસ્તારમાં મ્યુનિ. દ્વારા બે સમય પાણીનો પુરવઠો આપવામાં આવે છે જ્યારે પશ્ચિમ ઝોનના વિસ્તારમાં માત્ર એક સમય પાણીનો જથ્થો આપવામાં આ‌વે છે. જે બાબતે અનેક વિવાદો થઇ ચૂક્યા છે.

ઉત્તર ઝોનમાં સૌથી ઓછું 214 લિટર

ઝોનઅંદાજિતપ્રતિ વ્યક્તિ
વસતીપાણીનો જથ્થો
મધ્ય793882230
દક્ષિણ1192828224
પશ્ચિમ1374768220
પૂર્વ1271055220
ઉત્તર1121440214
ઉ. પશ્ચિમ,1425800245
દ.પશ્ચિમ
કુલ7181773225

​​​​​​નોંધ : પાણી લિટરમાં છે

અન્ય સમાચારો પણ છે...