તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાનથી મારી નાખવાની ધમકી:દર્દીના પતિએ ધમકી આપતા મહિલા ડૉક્ટરે આપઘાતનો પ્રયાસ કર્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જમાલપુર છીપાવાડમાં હોમિયોપેથી ક્લિનિક ધરાવતા હતી
  • મહિલા દર્દીને દવાનુ રિએકશન આવતા તેના પતિએ ક્લિનિક પર આવીને ડૉક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી

જમાલપુરમાં છીપાવાડ ખાતે હોમિયોપેથી મહિલા ડૉક્ટરને ત્યાંથી દવા લઈ ગયેલી એક મહિલાને દવાનું રિએકશન આવતા તેના પતિએ ડોકટરના ક્લિનિક પર જઈ તેમને અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ડોકટરે ઉંઘની ગોળીઓ ખાઈ લીધી હતી.જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ મામલે મહિલા ડોક્ટરે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર જમાલપુરમાં રહેતા અને બાંધણીવાળા ખાંચા પાસે સી ક્લિનિક નામનું દવાખાનુ ધરાવી હોમિયોપેથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા શબાનાબેન રોલવાળા ગત 17 તારીખે ક્લિનિક પર હાજર હતા તે વખતે જમાલપુર ખાતે રહેતા મુમતાઝ મીર્જીજીવાળા નામના એક દર્દી આવ્યા હતા જેમના પેટમાં તકલીફ હોવાનું અને દુખાવો થતો હોવાનું જણાવ્યું હતુ. જેથી ડોક્ટર શબાનાબહેને તેમને દવા આપી હતી. બાદમાં બીજા દિવસે આ મહિલા ફરી ક્લિનિક પર આવી રિએકશન આવ્યું હોવાનું કહેતા ડો.રોલવાલાએ તેમને બીજી દવા આપી હતી.

દરમિયાન ગત 19 તારીખે સાંજે આ મુમતાઝ તેમના પતિ મહેબૂબભાઈ સાથે ક્લિનિક પર આવ્યા હતા અને તમે ડોક્ટર છો કે કોણ છો મારી પત્નીને રિએક્શન મટતું નથી તેમ કહીને ક્લિનિકમાં બીભત્સ શબ્દો બોલીને મહેબૂબભાઈએ ડોક્ટર શબાના બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઘટનાથી શબાના બહેનને લાગી આવતા તેમણે ઘરે આવીને ઉંઘની દવાઓ ખાઈ લીધી હોવાથી બેભાન થઈ ગયા હતા. જેથી તેમના પતિને જાણ થતા પતિએ શબાના બહેનને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.આ ઘટનાની જાણ ગાયકવાડ હવેલી પોલીસને થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં શબાનાબહેને મહેબૂબભાઈ મીરર્જાજીવાળાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...