• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Patient's Family Will Be Able To Save Blood In A Special Kit For Up To 12 Hours, The Unused Blood Unit Can Be Deposited In The Red Cross Society.

લોહીની બચત:દર્દીના પરિવારજનો 12 કલાક સુધી વિશેષ કિટમાં બ્લડ સાચવી શકશે, ઉપયોગ ન કરાયેલ બ્લડ યુનિટ રેડક્રોસ સોસાયટીમાં જમા થઈ શકશે

​​​​​​​અમદાવાદ11 દિવસ પહેલા

અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીમાં હવે 12 કલાકની સમયમર્યાદામાં લીધેલ બ્લડ યુનીટ પરત જમા કરાવી શકાશેમ રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ બ્રાન્ચ દ્વારા આ મહત્વપૂર્ણ સુવિધા સૌપ્રથમવાર પૂરી પાડવામાં આવશે. અત્યાર સુધી ગંભીર પ્રકારના રોગથી પીડાતા દર્દીઓ માટે અથવા તો ઈમરજન્સી ઓપરેશન માટે ઘણીવાર દર્દીના પરિવારજનો જરૂરિયાતની સામે 1-2 યુનિટ વધુ બ્લડ લેવાનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ એડવાન્સમાં લીધેલ બ્લડ ઘણીવાર ઉપયોગમાં ન લેવાતા, તે પરત નથી આપી શકાતું. પરંતુ હવે રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેન્કમાં તેને જમા કરાવી શકાશે.

બ્લડ યુનિટની 12 કલાક સુધી જાળવણી કરી શકાશે અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી દ્વારા એકત્ર કરવામાં આવતા બ્લડની જાળવણી અને બચત માટે મહત્વપૂર્ણ પ્રયોગની શરૂઆત કરાઈ છે. સામાન્ય રીતે એકવાર બ્લડ બેંકમાંથી લઈ લીધેલ બ્લડ યુનિટ પરત જમા નથી કરાવી શકતુ. પરંતુ રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ બ્રાન્ચે એક કીટ તૈયાર કરે છે, જેમાં દર્દીના પરિવારજનોને આપેલ બ્લડ યુનિટની 12 કલાક સુધી જાળવણી કરી શકાશે. જો તેનો ઉપયોગ ન થઈ શક્યો હોય તો તેને જમા પણ કરાવી શકાશે. જેથી અન્ય દર્દીઓ માટે બચત કરેલ બ્લડ ઉપયોગી સાબિત થઈ શકશે.

રેડ ક્રોસ બ્લડ બેન્ક દ્વારા 'ગિફ્ટ ઓફ લાઈફ' કીટ તૈયાર સામાન્ય રીતે મોટા ઓપરેશન, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કે ગંભીર પ્રકારના દર્દીઓ માટે બ્લડની જરૂરિયાત રહેતી હોય છે. કેટલાક કિસ્સામાં ડોક્ટરો સતર્કતાના ભાગરૂપે જરૂરિયાત કરતા 1-2 યુનિટ વધુ બ્લડ મંગાવવાનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ જ્યારે દર્દી માટે મંગાવેલ બ્લડનું યુનિટ ઉપયોગમાં નથી લેવામાં આવતું અને તે હોસ્પિટલમાં સુવિધા ન હોવાના કારણે અથવા તો ઘરે તેની જાળવણી કરવી શક્ય નથી હોતી. આવા કિસ્સામાં રેડ ક્રોસ બ્લડ બેન્ક દ્વારા ' ગિફ્ટ ઓફ લાઈફ' નામની એક કિટ તૈયાર કરવામાં આવી છે.

દર્દીનો રિપોર્ટ પણ આ કિટમાં સામેલ હશે થર્મોકોલના નાના બોક્સની કિટમાં કુલન્ટ પેક હશે. જે બ્લડ યુનીટને 12 કલાક સુધી, તેનું તાપમાન જાળવી રાખવાનું કામ કરશે. ઉપરાંત દર્દીનો રિપોર્ટ પણ આ કિટમાં સામેલ હશે. દર્દીના પરિજનો બ્લડ બેંકમાંથી જ્યારે એક કરતાં વધુ કીટ મેળવે છે અને બાકી રહેલ કીટ પેકીંગ અવસ્થામાં જ જમા કરે છે, તો તે પરત લઇ લેવામાં આવશે. અત્યાર સુધી બ્લડ બેન્કમાં બ્લડ યુનિટ સામાન્ય થેલીમાં આપવામાં આવે છે. જે બાદ એક કલાકમાં મેળવેલ બ્લડ યુનિટનો ઉપયોગ કરવાનો હોય છે. આ બાબતે દિવ્યભાસ્કર સાથે વાત કરતાં રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ બ્રાન્ચના જનરલ સેક્રેટરી વિશ્વાસ અમીને જણાવ્યું કે, બ્લડની જાળવણી માટે 2-6 ત્રણ ડિગ્રી (પ્લસ) તાપમાનમાં રાખવાનું હોય છે, જે કામ કીટ કરશે. સાથે જ અમદાવાદ સિવાય દૂરના વિસ્તારમાંથી આવતા દર્દીઓ માટે જરૂરિયાત કરતા વધુ બ્લડ યુનિટ લેવાનો આગ્રહ કરવામાં આવે છે જેમાં આ પ્રયોગ સફળ સાબિત થશે.

વિટામિન B-12 સહિતની દવા ફ્રી અપાશે આ ઉપરાંત રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ બ્રાન્ચ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે જે વિદ્યાર્થી કોલેજમાં રક્તદાન કરશે તેમને થેલેસીમિયાની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ ઉપરાંત જેમનું હિમોગ્લોબીન 12.5%થી ઓછું હશે, તેવા રક્તદાન માટે ઉત્સાહિત લોકોનું ફેરીટીન અને વિટામિન B-12ની તપાસ કરી જરૂરિયાત પ્રમાણે દવાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે, જેથી ભવિષ્યમાં તેઓ રક્તદાન માટે લાયક બની શકે.

અન્ય સમાચારો પણ છે...