• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Patel Government And The Patil Organization Have Come Up With A Blueprint To Quell The People's Opposition To The Old Rupani Government.

કરે રૂપાણી, ભરે પટેલ:જૂની રૂપાણી સરકાર સામેનો પ્રજાનો વિરોધ ઠારવા પટેલ સરકાર અને પાટીલ સંગઠને ભેગાં મળીને એક બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી દીધી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટીલ અને પટેલનું નેતૃત્વ ભાજપના વિજય માટે કામે લાગ્યું. - Divya Bhaskar
પાટીલ અને પટેલનું નેતૃત્વ ભાજપના વિજય માટે કામે લાગ્યું.
  • દિવાળી સુધી સરકારના મંત્રીઓ, સંગઠનના આગેવાનો રાજ્યમાં ફરશે
  • પ્રજાના પ્રશ્નો અને ફરિયાદોના તાત્કાલિક ઉકેલ માટે વ્યવસ્થા ગોઠવાશે
  • બાકી કામો ડિસેમ્બર સુધી પૂરાં કરવાના ખાસ ટાર્ગેટ સાથેનું આયોજન થશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે જૂની રૂપાણી સરકારે ઊભી કરેલી એન્ટી ઈન્કમ્બન્સીને દૂર કરવા નવી સરકાર અને ભાજપ સંગઠને મથામણ અને મહેનત શરૂ કરી દીધી છે. આ માટેની એક બ્લૂ પ્રિન્ટ સરકાર અને સંગઠને સાથે મળીને તૈયાર કરી છે, જેમાં નવા મંત્રીઓની યાત્રા બાદ પક્ષના નેતાઓ દિવાળી પર આખા રાજ્યમાં ફરશે, સાથે સાથે પ્રજાના પ્રશ્નો અને ફરિયાદોના તાત્કાલિક ઉકેલ માટેની વ્યવસ્થા ગોઠવશે.

ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપે પ્રચાર-પ્રસાર શરૂ કર્યો
ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપે પ્રચાર-પ્રસાર શરૂ કર્યો છે. ખાસ કરીને કોવિડની પરિસ્થિતિ અને જૂની સરકારની કામગીરીને કારણે ચૂંટણીમાં એન્ટી ઈન્કમ્બન્સીનું ફેકટર ગંભીર બને એ પૂર્વે જ ડેમેજ કંટ્રોલમાં હવે પટેલ સરકારની કેબિનેટ સહિતના મંત્રીઓ જિલ્લાઓના પ્રવાસ કરીને લોકોની સમસ્યા સાંભળી એના ઉકેલના પ્રયાસો કરશે. એ પછી મંત્રીઓના પ્રવાસ પૂરા થાય કે દિવાળી પછી ભાજપના સંગઠન પદાધિકારીઓ પણ રાજ્યભરમાં ફરી વળશે.

ગાંધીનગરમાં વિજય મેળવ્યા બાદ પાટીલ અને પટેલની પ્રેસ-કોન્ફરન્સ.
ગાંધીનગરમાં વિજય મેળવ્યા બાદ પાટીલ અને પટેલની પ્રેસ-કોન્ફરન્સ.

પ્રજામાંથી સત્તાવિરોધી જુવાળને દૂર કરવા પ્રયત્નો
વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયાર કરેલી બ્લૂ પ્રિન્ટ મુજબ, દરેક મંત્રી તેમના મતક્ષેત્ર સહિતના બે જિલ્લામાંથી નિયમિત રીતે મુલાકાત લેશે, જેની સાથે જિલ્લાકક્ષાએ સરકારી તંત્ર અને ભાજપની મદદથી પ્રજામાંથી સત્તાવિરોધી જુવાળને દૂર કરવા પ્રયત્નો કરવામાં આવશે. નવી પટેલ સરકારના મંત્રીઓ ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં પહોંચીને સ્થાનિક સમસ્યાઓ જાણશે અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરીને એ ઉકેલવાના પ્રયાસો કરશે.

પ્રભારી મંત્રીઓએ એક જિલ્લામાં પ્રવાસ કરવો પડશે
આ ઉપરાંત દિવાળી સુધી રાજ્યના તમામ નાના-મોટા માર્ગોનું રિકાર્પેટિંગ અને નુકસાન મુજબ સમારકામ કરવા માટે માર્ગ મકાન વિભાગને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત દરેક જિલ્લાના હાલના પ્રોજેકટ તથા નવી યોજનાના પ્રોજેકટની સમીક્ષા થશે અને ડિસેમ્બર 2022 પૂર્વે એ તમામ કામ પૂરાં થાય એવું આયોજન કરવામાં આવશે. પટેલ સરકારના દરેક મંત્રી, જે પ્રભારી મંત્રી તરીકે ફરજ બજાવે છે તેમને નજીકના એક જિલ્લાએ રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે રાખીને પ્રવાસ કરવાની તેમજ ભાજપના ધારાસભ્યો જિલ્લા-તાલુકા સ્તરના પદાધિકારીઓને પણ સાથે રાખવાની સૂચના આપવામાં આવી છે.

નવી સરકાર બન્યા બાદ યોજાયેલી પ્રથમ કેબિનેટની બેઠક.
નવી સરકાર બન્યા બાદ યોજાયેલી પ્રથમ કેબિનેટની બેઠક.

100 દિવસનો જનકલ્યાણનો પ્લાન તૈયાર કરાશે
ગુજરાતમાં નવી બનેલી ભૂપેન્દ્ર પટેલ સરકારનો 100 દિવસનો જન કલ્યાણનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં તમામ મંત્રીઓ, વિભાગના અધિકારીઓ ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી અભિપ્રાય, સૂચનો સહિતની વિગતો મગાવવામાં આવી રહી છે. અગાઉ 1995માં પ્રથમ વખત કેશુભાઈ પટેલની સરકાર સમયે શાસનના 100 દિવસનું પ્લાનિંગ કર્યું હતું. એ દરમિયાન સંગઠનમાંથી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ હતા. વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રજાલક્ષી યોજનાઓની સાથે દરેક જિલ્લા-તાલુકાની સમસ્યાઓના નિકાલ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, એમાં પણ સરકાર અને સંગઠનના આગેવાનો ભેગા મળીને પ્રજાની વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળી ઉકેલવાની કામગીરી શરૂ કરી દીધી છે.

મંત્રીઓ અને અધિકારીઓને 100 દિવસનો જનકલ્યાણનો પ્લાન તૈયાર કરવા સૂચના અપાઈ ( ફાઈલ ફોટો).
મંત્રીઓ અને અધિકારીઓને 100 દિવસનો જનકલ્યાણનો પ્લાન તૈયાર કરવા સૂચના અપાઈ ( ફાઈલ ફોટો).

વિભાગદીઠ અભિપ્રાય માગવામાં આવ્યા
ગુજરાતમાં આગામી ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે જૂની સરકાર સામેનો પ્રજાનો રોષ ઓછો કરવાની સાથે તેની સરકારના નિર્ણયો, યોજનાઓ આગળ વધારવા કે નહીં એ અંગે પણ નવી પટેલ સરકારમાં ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર અત્યારે 100 દિવસની તૈયારીમાં લાગી ચૂકી છે. શાસનના 100 દિવસમાં શું થઇ શકે છે, કયાં બાકી કામ પૂર્ણ કરવાનાં છે તેવા વિભાગદીઠ અભિપ્રાય માગવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...