સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન કોરોના વાયરસ હવે ટોપ સ્પીડમાં વધી રહ્યો છે. તેવા સમયે રિક્ષામાં રોજ હજારો મુસાફરો સફર કરે છે, તેમાં કોઈ પોઝિટિવ દર્દી આવે તો અનેક લોકોને તેનાથી સંક્રમિત કરી શકે છે. જે માટે હવે પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં રિક્ષા ચાલકોને પોતે વેક્સિનના બંને ડોઝ લેવા અને તેમની રિક્ષામાં બેસતા મુસાફરોને પણ બે ડોઝનું વેક્સિન સર્ટિ જોવા માટે સમજાવ્યા હતા. ઝોન-5ના ડીસીપી અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે, રિક્ષા ચાલક અને સફાઈ કામદારને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. કોરોના ગાઈડલાઈનનું પાલન થાય અને સંક્રમણ અટકાવવા મદદ થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.
ખોખરા પોલીસ ઈન્સપેકટર કે.એસ.ચોધરી તેમજ અમરાઈવાડીના પોલીસ ઈન્સપેકટર જસ્મીન રોઝિયા અને અમરાઈવાડી-ભાઈપુરા ઝોનના મેડિકલ ઓફિસર મિલન ઠક્કર તેમજ જેટ ટીમના સબ ઈન્સપેકટર અધિકારી જીગર કુમાર દવેની સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેઓએ રિક્ષા ચાલકોને રિક્ષાની મુસાફરી દરમ્યાન માસ્ક અચુક પહેરવા સેનેટાઈઝ કરીને મુસાફરોને રિક્ષામાં બેસાડવા તેમજ જે મુસાફરે રસીના નિયમ પ્રમાણે એક કે બે ડોઝ લીધા હોય તેમને જ રિક્ષામાં મુસાફરી કરવા બેસાડવા આવા કેટલાક મહત્વપુર્ણ સુચનો કરીને રિક્ષાચાલકો થોડીક જાગૃતિ આવનારી કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ખાળી શકવામા મદદ પુરી પાડશે અને રસીકરણના લક્ષ્યાંકને ઝડપથી પુરો કરી શકાશે.
આ બેઠકમાં અમરાઈવાડી ખોખરા વિસ્તારમાં રહેતા 150થી વધુ રિક્ષાચાલકો હાજર રહ્યા હતા અને AMC તેમજ પોલીસ વિભાગના મહત્વપુર્ણ સુચનો પર અમલ કરવાની ખાતરી આપી હતી. પોલીસ અને સ્થાનિકના પ્રયાસથી કોરોના રોકી નહિ શકાય પણ કેટલાક અંશે તેમાં બ્રેક જરૂર લાગી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.