• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Parents Of The Daughter in law Who Married In Love Went To The College And Washed; The Mother in law Said To The Son in law My Daughter Has Run Away, I Will Kill Her

વિવાદ:પ્રેમલગ્ન કરનારી દીકરી-જમાઈની મા-બાપે કોલેજમાં જઈ ધોલાઈ કરી; સાસુએ જમાઈને કહ્યું - મારી દીકરી ભગાડી છે, જાનથી મારી નાખીશ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દીકરી NHL મેડિકલ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરે છે

એનએચએલ મેડિકલ કોલેજમાં નર્સિંગમાં ભણતી દીકરીએ માતા-પિતાની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરી લીધા હોવાની અદાવત રાખીને માતા-પિતાએ દીકરીની કોલેજે જઇ દીકરી સાથે ઝઘડો-મારામારી કરતાં, દીકરીને બચાવવા જમાઈ વચ્ચે પડતા સસરાએ દંડાથી જમાઈની પણ ધોલાઈ કરી, સાસુએ બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના દેવજી ચાવડા(24) ખેતીવાડી કરે છે. દેવજીએ 2021માં ઠક્કરનગર સંત રોહિતદાસનગરમાં રહેતી અને વીએસ સંકુલની મેડિકલ કોલેજમાં નર્સિંગમાં 4 વર્ષથી અભ્યાસ કરતી જીનલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જીનલનાં માતા ગોમતીબેન અને પિતા બિજલભાઈને આ લગ્ન પસંદ નહોતા.

હાલમાં જીનલને પરીક્ષા ચાલતી હોવાથી દેવજી સવારે 9 વાગ્યે તેને લઈને ઘરેથી નીકળ્યો હતો, જ્યારે દેવજી હોસ્પિટલની બહાર બેઠો હતો, ત્યારે બપોરે દોઢેક વાગે જીનલે દેવજીને ફોન કરીને કહ્યું કે, મારા માતા-પિતા કોલેજમાં આવીને મારી સાથે ઝઘડો કરે છે. જેથી દેવજીએ તરત જ કોલેજ પહોંચીને જોયું તો જીનલના માતા-પિતા જીનલને મારતાં હતા. જેથી જીનલને છોડાવવા દેવજી વચ્ચે પડતા તેમણે દેવજીના મોઢા-ખભા પર દંડો ફટકાર્યો હતો. આ ઘટનાથી લોકો ભેગાં થઇ જતા જીનલના માતા-પિતા ભાગી ગયા હતા.

જીનલની માતા ગોમતીબેને દેવજીને ધમકી આપી હતી કે, તેં મારી દીકરીને ભગાડીને લગ્ન કર્યા છે, હું તમને બંનેને જાનથી મારી નાખીશ. ત્યાંથી જીનલને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ અંગે દેવજીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...