રાહત મળશે?:રૂપાણી સરકારે સ્કૂલ ફીમાં આપેલી 25 ટકા રાહતનો નવી સરકાર નિર્ણય કરશે તેવી વાલીઓને આશા બંધાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જુની સરકારના શિક્ષણમંત્રીએ ફી માફીનો પરિપત્ર છેલ્લે સુધી લટકાવી રાખ્યો હતો
  • વાલીઓએ સંપૂર્ણ અથવા 50 ટકા ફી માફ કરવાની માગ કરી હતી

કોરોના મહામારી દરમિયાન માર્ચ 2020થી સમગ્ર દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. આ દરમિયાન સૌથી મોટી અસર શિક્ષણ પર પડી હતી.સ્કૂલો કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રૂપાણી સરકારના શિક્ષણમંત્રીએ સ્કૂલ ફીમાં 25 ટકાની રાહત આપવાની મૌખીક જાહેરાત કરી હતી. આ જાહેરાત સંદર્ભે લેખિત પરિપત્ર નહીં કરી તેને છેલ્લે સુધી લટકાવી રાખ્યો હતો. સરકાર અને સ્કૂલો સામે વાલીઓ ફીમાં રાહત મેળવવા રોષે ભરાયા હતાં. હવે નવી સરકાર કોઈ રાહત ભર્યો નિર્ણય કરશે તેવી વાલીઓને ફરી એક વાર આશા બંધાઈ છે.

વાલી મંડળોએ પણ અનેક વખત લેખિત રજૂઆત કરી હતી
કોરોના કારણે પાછલું આખુ વર્ષ રાજ્યની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય થયુ નથી, જેથી વાલીઓએ સંપૂર્ણ અથવા 50 ટકા ફી માફ કરવાની માગ કરી હતી. પરંતુ રૂપાણી સરકારે વાલીઓને માત્ર 25 ટકા જ રાહત આપી હતી. બીજી તરફ વાલીઓના ધંધા-રોજગાર છૂટી જતાં તેઓ આર્થિંક કટોકટીમાં આવી ગયા હતા. નવા વર્ષ-2021-22ના શૈક્ષણિક વર્ષમાં ખાનગી સ્કૂલોની ફીમાં વાલીઓને 50 ટકા રાહત મળવી જોઈએ તેવી રાજ્યવ્યાપી માગ ઉઠી હતી.રાજ્યના જુદા જુદા વાલી મંડળોએ પણ અનેક વખત લેખિત રજૂઆત કરી હતી. વારંવાર રજૂઆતો થતાં સરકારે જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી શાળાઓ શરૂ ના થાય ત્યાં સુધી પાછલા વર્ષે મળેલી રાહત યથાવત રહેશે. પરંતુ સંચાલકોનું દબાણ આવતાં શિક્ષણ વિભાગે આ અંગે લેખીત કોઈ પરિપત્ર કર્યો જ નથી.

કોરના મહામારીમાં સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું ( પ્રતિકાત્મક તસવીર)
કોરના મહામારીમાં સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું ( પ્રતિકાત્મક તસવીર)

ગત વર્ષે ફી માફી આપી પણ ઘણી સ્કૂલોએ ફી માફ ન કરી
ગત વર્ષે પણ ફી માફીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ઘણી સ્કૂલોએ ફી માફ કરી નહોતી. આ વર્ષે પણ ફી માફીની માત્ર જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રીની જાહેરાત બાદ કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી, જેથી સ્કૂલો દ્વારા પૂરી ફી વસૂલવામાં આવી રહી છે. સરકાર વાલીઓને લોલીપોપ આપી રહી છે, જ્યારે સંચાલકોને વહાલી થવા હજુ પરિપત્ર જાહેર કરતી નથી, જેનો ફાયદો સંચાલકો ઉઠાવી રહ્યા છે. એવું ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા અગાઉ કહેવામાં આવ્યું હતું.

અગાઉ વાલીઓએ ફી માફી મુદ્દે હોબાળો કર્યો હતો
અગાઉ વાલીઓએ ફી માફી મુદ્દે હોબાળો કર્યો હતો

ગત વર્ષે 25 ટકા હતી તો આ વર્ષે 50 ટકા ફી માફી કરવી જોઈએ
આ અંગે વાલીઓનું કહેવું છે કે સ્કૂલો બંધ હતી ત્યારે એને થતા લાઈટબિલ, સ્ટેશનરી, ઘસારો સહિતના ખર્ચા ઘટ્યા છે, જેની સામે વાલીઓને નવા મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ, ઈન્ટરનેટ સહિતના ખર્ચા વધ્યા છે. 25 ટકા ફી માફી તો ગયા વર્ષે પણ કરવામાં આવી હતી. તો આ વર્ષે 50 ટકા ફી માફી કરવી જોઈએ, જેથી વાલીઓને રાહત મળે. હવે સ્કૂલો ખુલી છે પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યામાં હજી વધારો નથી થયો. જેથી સ્કૂલોના ખર્ચા પણ ઘટ્યા છે.

અન્ય સમાચારો પણ છે...