તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જીટીયુની 10 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષામાં કોઇપણ રીતે પેપર લીક ન થાય તે માટે જીટીયુ પૂરતી તકેદારી રાખશે. પરીક્ષા કેન્દ્ર પર જીટીયુના પ્રતિનિધિ- સ્થળ કો-ઓર્ડિનેટરની ફિંગરપ્રિન્ટ અને પાસવર્ડથી જ પ્રશ્ન પેપર ખુલશે, પરીક્ષા કેન્દ્ર પર જ પેપરની પ્રિન્ટ કરીને વિદ્યાર્થીને અપાશે. આ સિસ્ટમના અમલીકરણથી પેપર લીક થવાની શક્યતા નહીવત્ રહેશે.
તમામ કેન્દ્રો પર આ પદ્ધતિથી પેપર પહોંચશે
અભ્યાસમાં મહેનત કરતા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે પેપર લીક ન થવા જોઇએ. કારણ કે પેપર લીક કે ગેરરીતિના કારણે અયોગ્ય વિદ્યાર્થીઓ સારા ગુણ સાથે પાસ થઇ જાય છે. આ સ્થિતિ ઉભી ન થાય તે માટે જીટીયુએ આ સિસ્ટમ આઉટસોર્સ કરી છે. આ વર્ષે તમામ કેન્દ્રો પર આ રીતે જ પેપર પહોંચાડાશે. આ પહેલાં દરેક કેન્દ્ર પર જીટીયુ દ્વારા હાર્ડકોપી મોકલાતી હતી. પરીક્ષા પહેલાં સાક્ષીઓની હાજરીમાં પેપર ખોલાતું હતું. જો કે, તેમાં પણ ગેરરીતિની ફરિયાદો થતી હતી. જેથી જીટીયુએ સંપૂર્ણપણે ઓનલાઇન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જેથી પેપર પહોંચાડવાનો અને સિક્યુરિટીનો પણ ખર્ચ ઘટશે.
તમામ વિદ્યાર્થીના પેપર સ્થળ પર પ્રિન્ટ કરાશે
આ સિસ્ટમ એક ઇનસ્ક્રિપ્ટેડ ચેનલ મારફતે કોલેજ સુધી પેપર પહોંચશે. પરીક્ષા સ્થળ સંચાલક અને જીટીયુના પ્રતિનિધિના ફિંગરપ્રિન્ટ અને પાસવર્ડથી પેપર ખુલશે. ત્યારબાદ તેને સ્થળ પર જ પ્રિન્ટ કરવામાં આવશે. એન્જનિયરિંગના પેપર એક અથવા બે જ પેજના હોવાથી તમામ વિદ્યાર્થીઓના પેપર 30 મિનિટમાં પ્રિન્ટ થઇ જશે. > કે.એન.ખેર, રજિસ્ટ્રાર, જીટીયુ
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.