તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:પકવાન પાસેનો ઓવરબ્રિજ ઓગસ્ટના અંતમાં તૈયાર થશે

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • લૉકડાઉનમાં છૂટછાટ મળતા SG હાઇવેનું કામ ફરી શરૂ કરાશે
  • વૈષ્ણોદેવી, સાણંદ ચોકડીનો બ્રિજ ઓક્ટોબર સુધીમાં બનશે

લોકડાઉનના ત્રીજા તબક્કામાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર બાંધકામોના કામો શરૂ કરવાની મંજૂરી આપતાં અમદાવાદ શહેર માટે તેમજ સૌરાષ્ટ્ર- ગાંધીનગર વચ્ચેના ટ્રાફિક માટે મહત્વના એવા સરખેજ- ગાંધીનગર હાઇવેના નવિનીકરણનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. નીતીન પટેલે સ્થળ મુલાકાત લઇને પૂનઃ શરૂ થયેલી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. પટેલે કહ્યું કે પકવાન ચાર રસ્તા પરનો બ્રિજ જે એસજી હાઇવે ઉપરાંત પશ્ચિમ અમદાવાદ માટે મહત્વનો છે તેનું કોન્ક્રીટીંગ શરૂ થઇ ગયું છે. ઓગષ્ટના અંત સુધીમાં આ બ્રિજ ચાલું થઇ જશે. આ સિવાય વૈષ્ણોદેવી સર્કલ પરનો ઓવરબ્રિજ અને સાણંદ ચોકડી પરનો ઓવરબ્રિજ પણ ઓક્ટોબર સુધીમાં તૈયાર થઇ જશે. લોકડાઉનના ત્રીજા તબક્કામાં ભારત સરકાર દ્વારા જે છૂટછાટો આપવામાં આવી છે તેના કારણે આ હાઇવેનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે.  પટેલે જણાવ્યું કે આ કામગીરીમાં જોડાયેલા પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતનમાં જવાની માંગણી તિવ્રતાથી કરી રહ્યા હતા એ વખતે તેમને રોકવા અને કામમાં જોડવા એ કામ અમારા વિભાગ માટે ખૂબ પડકારજનક હતું પરંતુ કોન્ટ્રાક્ટરો ઘણા લોકોને જાળવવી શક્યા છે. જેના કારણે કામો ફરી શરૂ કરી શક્યા છીએ. નર્મદા નિગમ દ્વારા પણ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલનું કામ મેઇન્ટેનન્સ કામ શરૂ કરાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો