• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Ousted Minister Will End Up On The Ground, The BJP Will Bring Early Elections; Aim To Break Madhav Singh's 36 year old Record Of 149 Seats

ભાસ્કર વિષ્લેષણ:હટાવાયેલા મંત્રી ગ્રાઉન્ડ પર મુકાશે, ભાજપ વહેલી ચૂંટણી લાવશે; માધવસિંહના 36 વર્ષ જૂના 149 બેઠકના રેકોર્ડને તોડવાનું લક્ષ્ય

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિધાનસભા - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત વિધાનસભા - ફાઇલ તસવીર

ગુજરાતને ભાજપની રાજનીતિની પ્રયોગશાળા એમ જ કહેવાતું નથી. નવી સરકારની સોગંધવિધિ પણ રાજકારણની નવી દિશાનો પ્રયોગ જ છે. ગુજરાતમાં નેતૃત્ત્વ પરિવર્તનની સાથે-સાથે બે મોટા પ્રયોગ થયા છે. પ્રથમ - નવા અને અનુભવની ચિંતા ન કરવી. બીજો - સમગ્ર મંત્રીમંડળ જ બદલી નાખવું. જેનું મુળ કારણ છે - ભાજપાનું એ સ્વપ્ન જે 36 વર્ષથી અધૂરું છે... સૌથી વધુ બેઠકો જીતવાનું સ્વપ્ન. આ સ્વપ્ન પૂરું કરવા માટે આ પ્રયોગ પૂરતો નથી, ભાજપ હજુ બીજા અનેક ચોંકાવનારા નિર્ણયો લેશે. અત્યારે વર્તમાન પ્રયોગોનો અર્થ સમજીએ...

પ્રથમ સવાલ - નેતૃત્વ પરિવર્તન શા માટે?
સમગ્ર દેશમાં માન્યતા બની ચુકી છે કે, ગુજરાત એટલે મોદી. તેમ છતાં ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ બેઠકનો રેકોર્ડ આજે પણ કોંગ્રેસના માધવ સિંહ સોલંકીના નામે છે. 1985માં સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે 149 બેઠકો જીતી હતી. ભાજપ કોઈ પણ સ્થિતિમાં આ રેકોર્ડ તોડવા માગે છે. તેના માટે તેણે 165થી 180 સીટ જીતવાનું સ્વપ્ન જોયું છે. આ લક્ષ્ય માટે સૌથી પહેલા સી.આર. પાટીલને પ્રદેશ અધ્યક્ષ બનાવાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ભાજપે જે રીતે જીતી, તેનાથી તેને આ લક્ષ્ય સરળ દેખાઈ રહ્યું છે. જોકે, કોરોના અને બીજા કારણોથી રૂપાણી સરકાર અંગે ગ્રાઉન્ડમાંથી ભાજપને સારા સંકેત મળ્યા ન હતા. પાટીદાર ફેક્ટર, સત્તા વિરોધી વાતાવરણ આ બધા એવા મુદ્દા હતા જેને સામે રાખીને ભાજપ માટે રૂપાણી સરકારના સહારે 150 પારનું લક્ષ્ય અઘરું દેખાતું હતું.

બીજો સવાલ - નો રિપીટ કેમ?
જો કેટલાક મંત્રીઓને દૂર કરાતા અને કેટલાકને ચાલુ રખાતા તો વિરોધ પક્ષ તેને સમગ્ર રૂપાણી સરકારની નિષ્ફળતા તરીકે પ્રચારિત કરતો. શક્ય છે - મંત્રીઓ વચ્ચે પણ એવો સંદેશો જતો કે તેમને નિષ્ફળ મનાયા, એટલે હટાવાયા છે. સમગ્ર સરકાર બદલીને ભાજપે આવી ચર્ચાઓને નવી દિશા આપી દીધી છે, હવે અેને ભાજપનો એક્સપેરિમેન્ટ તરીકે જોવાશે.

ત્રીજો સવાલ - જુના મંત્રીઓનું હવે શું?
જે મંત્રીઓને હટાવાયા છે,તેઓ બધા જ કદાવર નેતા હતા. તેમનો પોતાનો દબદબો હતો. ભાજપ નેતૃત્વને લાગે છે કે, તેમના આ દબદબાનો ઉપયોગ હવે સરકારમાં નહીં પરંતુ પ્રજાને મનાવવામાં કરવો જોઈએ. એટલે, તેમને તેમના વિસ્તારોમાં મોકલવામાં આવશે. પ્રત્યેક મંત્રીને તેના વિસ્તારની આજુબાજુની 5થી 10 બેઠકો જીતવાનું ટાસ્ક અપાશે. સાથે જ શરત હશે કે જે આ ટાસ્ક પૂરો કરશે, તેને બીજી સરકારમાં તેને સ્થાન મળશે.

ચોથો સવાલ - અનુભવને નજરઅંદાજ કેમ કરાયો?
આ સરકારનું ચોથું વર્ષ છે. શક્ય છે ડિસેમ્બર 2022ના બદલે ભાજપ યુપીની સાથે ફેબ્રુઆરી-2022માં જ ચૂંટણી કરાવી દે. એટલે કે, 5 મહિના પછી. આ સ્થિતિમાં ભાજપની પ્રાથમિકતા સરકાર નહીં, હાથમાંથી સત્તા ન જવા દેવી છે. હવે જે સરકાર છે, તે સંપૂર્ણપણે નવી છે અને આ અજાણી સરકારના મુખ્યમંત્રીથી માંડીને 90% મંત્રી એવા છે, જે પ્રથમ વખત કે બીજી વખત ધારાસભ્ય બન્યા છે. જેમના ઉપર કોઈ આરોપ નથી કે કોઈ દાગ નથી. એટલે, આ સરકાર જ્યારે જનતાની વચ્ચે જશે તો કોઈ સવાલ પુછાશે નહીં કે આરોપો પણ લગાવાશે નહીં.

પાંચમો સવાલ - તો શું જ્ઞાતિવાદ, જૂથવાદ સમાપ્ત થઇ જશે?
ના. બે દિવસ પહેલા વિશ્લેષણમાં આ સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાતની રાજકારણમાં જ્ઞાતિવાદનું પુનરાગમન નક્કી છે. હકીકતમાં, ‘આપ’ પાર્ટીએ જે રીતે પાટીદારોનો મુદ્દો ઉઠાવ્યો છે, જે રીતે ખોડલધામે પાટીદાર મુખ્યમંત્રીની માગણી કરી હતી, ત્યાર પછી ભાજપ જ્ઞાતિવાદને નજરઅંદાજ કરીને આગળ વધી શકે એમ ન હતો. બીજી તરફ કૉંગ્રેસ તરફથી પ્રશાંત કિશોર પણ એક્ટિવ થવાના છે. દરેકના એજન્ડામાં જ્ઞાતિઓ જ હતી. આથી, ભાજપ પોતાની સરકારમાં પાટીદારો, ઓબીસી અને એસસી-એસટી, બ્રાહ્મણ, ક્ષત્રિયનું ગઠબંધન બનાવીને જ્ઞાતિવાદી રાજકારણની લડાઈમાં આગળ નીકળી ગયો છે. બીજી બાજુ સત્તા અને સંગઠન વચ્ચેની લડાઈ સમાપ્ત થતી જોવા મળશે. નવા મંત્રીમંડળમાં બધા મોટાં નેતાઓના નજીકનાને પણ સ્થાન મળ્યું છે. એટલે જૂથવાદનો ડર (જાહેરમાં) તો દેખાતો નથી. જે મોટા નેતા નારાજ છે તેઅો પણ બળવો કરવાની હિંમત નહીં કરે. બીજી વાત- જે રીતે નારાજ મંત્રીઓને મનાવાયા છે અને વિદ્રોહને સમયથી પહેલા જ દબાવી દેવાયો છે, તેનાથી સી.આર. પાટીલે પોતાની નેતૃત્વ ક્ષમતા વધુ સારી રીતે સાબિત કરી દીધી છે.

છઠ્ઠો સવાલ - તો આખરે કયા પડકાર છે?
સરકાર આગામી 4-5 મહિનામાં કેવી રીતે કામ કરે છે, સંગઠન સાથે તાલમેલ કેવો રહે છે? હટાવાયેલા મંત્રી કેટલી ઈમાનદારી અને જવાબદારી સાથે પોત-પોતાનાં ક્ષેત્રોમાં સક્રિય રહે છે, કોંગ્રેસમાંથી આવેલા અને મંત્રીપદ પરથી દૂર કરાયેલા નેતાઓ કેટલું સબોટેજ કરે છે, તેના પર બધો જ આધાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...