તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોરોના નિયંત્રિત થતાં હવે સિવિલ હોસ્પિટલમાં સોમવારથી બપોરે 2થી 4 વાગ્યા સુધીની OPD કાર્યરત થશે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • દર વર્ષે 10 લાખથી વધુ દર્દીઓ OPD નો લાભ મેળવે છે: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ રાકેશ જોષી
  • કોરોનાકાળમાં સિવિલમાં સવારે 9 થી 1 વાગ્યાની OPD દર્દીઓ માટે કાર્યરત હતી

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે હવે સવારની OPDની સાથે બપોરની OPD પણ આગામી સોમવારથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે સવારે 9 થી 1 અને બપોરે 2 થી 4ના સમયગાળામાં દર્દીની સારવાર અને તપાસ માટે ઓપીડી કાર્યરત રહે છે. કોરોનાની બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘસારો જોવા મળતા સાંજની OPD બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

બપોરની ઓપીડી શરૂ કરવાનો નિર્ણય લેવાયો ( ફાઈલ ફોટો)
બપોરની ઓપીડી શરૂ કરવાનો નિર્ણય લેવાયો ( ફાઈલ ફોટો)

હવે ફરીવાર OPD દર્દીઓ માટે શરૂ કરાશે
આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નવનિયુક્ત સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે "અમારી સિવિલ હોસ્પિટલમાં રાજ્ય અને દેશભરમાંથી દર્દીઓ સારવાર અર્થે OPDની મુલાકાત લેતા હોય છે. અમારા ત્યાં દર મહિને અંદાજે 90 હજારથી વધુની સંખ્યા રહેતી હોય છે.હવે સોમવારથી સવારની સાથોસાથ જ બપોરની OPD પણ દર્દીઓ માટે કાર્યરત રહેશે.જે રાજ્ય અને રાજ્ય બહારથી આવતા દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો કરશે.

સિવિલ હોસ્પિટલના નવનિયુક્ત સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી
સિવિલ હોસ્પિટલના નવનિયુક્ત સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી

કોરોનાકાળમાં સાંજની OPD બંધ રખાઈ હતી
સમગ્ર વિશ્વમાં જ્યારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હતા ત્યારે પરિસ્થિતિને ધ્યાને લઇને મેડીકલ ક્ષેત્રે ઘણા પરિવર્તન હાથ ધરવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર દેશભરમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. દેશ પર એકાએક આવી પડેલી મહામારીને ધ્યાને લઇને સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં સાંજની OPD બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો. મેડિકલ, પેરામેડિકલના મોટાભાગના કર્મીઓ કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવામાં હોવાથી અને કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આ નિર્ણય હાથ ધરવામાં આવ્યો હતો.