તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ નહીં મળતાં નારાજ ઉમેદવારોનો એક જ સૂર, કોંગ્રેસ નહીં તો અપક્ષ

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા-તાલુકા અને પાલિકા પંચાયતોમાં નારાજગી દૂર કરવા ધારાસભ્યોએ વિશ્વાસુઓને દોડાવ્યા

જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકીટ નહીં મળતા નારાજ ઉમેદવારોએ કોંગ્રેસ નહીં તો અપક્ષ ઉમેદવારીનો સૂર વહેતો કરતા જિલ્લા ભાજપમાં હડકંપ મચી ગયો છે. જિલ્લા-તાલુકા અને નગરપાલિકા પંચાયતોમાં નારાજગી દૂર કરવા ધારાસભ્યોએ પોતાના વિશ્વાસુઓને દોડાવ્યા છે. ધારાસભ્યોએ નારાજ સમર્થકો કોઇ પણ સંજોગોમાં અપક્ષમાં ઉમેદવારી નોંધાવે નહીં તે માટે વિશ્વાસુઓને જવાબદારી સોંપી છે.

પ્રત્યેક ચૂંટણીમાં ભાજપ પાર્ટીમાં ઉમેદવારોની જાહેરાત બાદ થોડીગણી નારજગી હોય છે. પરંતુ વખતે ચૂંટણીમાં એટલી હદે નારજગી જોવા મળી રહી છે, કે ટિકીટ નહીં મળતા ભાજપના અગ્રણી કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. જેની નોંધ પ્રદેશ આગેવાનો સુધી પહોંચતા નારાજ સમર્થકો કે અગ્રણી કાર્યકરો ઉમેદવારી નોંધાવે નહીં તે માટે ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. ધારાસભ્યોએ પોતાના વિશ્વાસુઓને દોડાવ્યા છે અને કેટલાકને ચૂંટણી પછી સારા હોદ્દા પર નિમણૂંક આપવા સહિતની લોભામણીની જાહેરાત પણ કરાવી રહ્યા છે. આમ છતાં ભાજપના અગ્રણી કાર્યકરો અપક્ષ ઉમેદવારી નોંધાવવા દોડ મૂકી રહ્યા છે.

બીજીતરફ કોંગ્રેસના સાત પક્ષપલ્ટુઓ વંડી ઠેકી કોંગ્રેસમાં જવા માટે દોડાદોડી કરી રહ્યા છે. જેના લીધે કોંગ્રેસમાં પણ ધમાસણ મચી ગયુ છે. પક્ષપલ્ટુઓને કોંગ્રેસમાં સમાવ્યા તો કોંગ્રેસમાં બળવો થવાની શક્યતા છે. જોકે પ્રદેશ આગેવાનો જિલ્લાના આગેવાનોને વિશ્વાસમાં લેવા પ્રયાસ કરે છે. કોંગ્રેસના કેટલાક આગેવાનોએ કહ્યું કે, કોંગ્રેસના આંતરિક વિખવાદને લીધે અમદાવાદ જિલ્લા પંચાયતમાં મનુજી ઠાકોરે બળવો કર્યો હતો. ખોડાજી ઠાકોર અને મનુજી ઠાકોરના આંતરિક વિવાદને લીધે પક્ષને નુકશાન થયું છે. પ્રદેશ આગેવાનો ડેમજ કરવામાં નિષ્ફળ ગયા છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ ગયા બાદ તેમના પિતા ખોડાજી ઠાકોરનું કોંગ્રેસમાં કોઇ અસ્તિત્વ જ નથી.

આજ ખોડાજીના કહેવાથી મનુજીને જિલ્લા પંચાયતમાં કોઇ હોદ્દો આપ્યો નહતો. જેનાથી ભારે નારાજ થયેલા મનુજીએ બળવો કરી જિલ્લા પંચાયતમાં ભાજપને સત્તા અપાવી હતી. હવે આજ મનુજીને ભાજપે ટિકીટ આપી નહીં આપતા ફરી બળવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. જોકો કોંગ્રેસ તરફથી યાદી જેહર નહીં થાય તો મનુજીને સીધો મેન્ટેડ આપવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય અન્ય એક બળવાખોર સભ્યને પણ ટિકીટ આપવાની વિચારણા ચાલી રહી છે. જો કોંગ્રેસ એકથી વધુ બળવાખોરને ટિકીટ આપશે તો રાજીનામાની હારમાળા સર્જાય તેવી કોંગ્રેસના અગ્રણી કાર્યકરોએ શક્યતા વ્યક્ત કરી છે.

જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે 13મી ફેબ્રુઆરી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપ અને કોંગ્રેસના નારાજ કાર્યકરો છેલ્લા દિવસે અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા સેવાય છે. ઉમેદવારોની યાદીને લઇને જિલ્લાના રાજકારણમાં ગરમાવો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો