તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:અમદાવાદમાં રેખાબહેન BRTSના એક માત્ર મહિલા ડ્રાઇવર

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
BRTS ડ્રાઇવર રેખાબહેન કહાર. - Divya Bhaskar
BRTS ડ્રાઇવર રેખાબહેન કહાર.
  • પતિના નિધન પછી ડ્રાઇવિંગ શીખ્યા, કેબ ચલાવાના અનુભવથી મળી નોકરી

શહેરનાં રેખાબહેન કહાર જેઓ BRTS બસ ચલાવનાર એકમાત્ર મહિલા ડ્રાઇવર છે. રેખાબહેન સિંગલ મધર છે અને તેમના બે બાળકોનું ગુજરાન બીઆરટીસ ચલાવી કરે છે. 6 વર્ષ પહેલા પતિનાં નિધન પછી બાળકોનાં ભણતર અને ગુજરાન ચલાવવાની જવાબદારી તેમણે બખૂબી નિભાવી છે. રેખાબહેન જનવિકાસ સંસ્થામાંથી ડ્રાઈવિંગ શીખ્યા બાદ અમદાવાદમાં એક વર્ષ કેબ ચલાવી અને તેમના આ અનુભવના આધારે તેમને BRTSનાં તરીકેની નોકરી મળી હતી.

મને ટૂ વ્હીલર ચલાવતા નથી આવડતું પણ બસ ખૂબ ચપળતાથી ચલાવી શકું છું
BRTS ડ્રાઇવર રેખાબહેન કહારે કહ્યું- હું એક મહિલા છું તેમ છતાં મને ક્યારેય પુરૂષો સાથે ડ્રાઇવિંગનું કામ કરવામાં કોઈ તકલીફ નથી પડી. પહેલા હું મણિનગરથી બોપલ સુધીના રૂટમાં બસ ચલાવતી હતી હવે એક બે દિવસમાં મારો નવો રૂટ નક્કી થશે. કોરોનાકાળ બાદ 1લી જૂનથી ફરીથી BRTSની નોકરીમાં જોડાઈ છું. મને સાઇકલ કે બીજુ કોઈ ટૂ વ્હીલર ચલાવતા નથી આવડતું પણ હું બસ ખૂબ ચપળતાથી ચલાવી શકું છું.

અન્ય સમાચારો પણ છે...